મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /ચંદ્રાહાસાખ્યાન કડવું ૧: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|કડવું ૧|રમણ સોની}} <poem> રાગ કેદારો પ્રથમ સમરું ગણપતિ, જેમ ટળે...") |
(No difference)
|
Revision as of 11:52, 12 August 2021
કડવું ૧
રમણ સોની
રાગ કેદારો
પ્રથમ સમરું ગણપતિ, જેમ ટળે મારી દુર્મતિ;
જેહથી સરે મનોરથ મન તણો રે. ૧
સાર કરો, માતા સરસ્વતી! હું બાળક કાંઈ લેહેતો નથી;
સતી શારદા! સેવક છઉં તમ તણો રે. ૨
ઢાળ
સાર કરો, માતા સરસ્વતી! હું લાગું તમારે પાય;
નિજ ગુરુ કેરું ધ્યાન ધરતાં ગ્રંથ ચાલતો થાય. ૩
વૈશંપાયન એમ ઊચરે: સુણ, જનમેજ્ય રાજંન!
અશ્વમેઘની ઉત્તમ કથા છે, શ્રોત-વક્તા ધન્ય. ૪