મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /હૂંડી કડવું ૩: Difference between revisions
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|કડવું ૩| રમણ સોની}} <poem> રાગ મેવાડો તીરથવાસી દુખિયા જાણી, મહે...") |
(No difference)
|
Revision as of 05:28, 13 August 2021
રમણ સોની
રાગ મેવાડો
તીરથવાસી દુખિયા જાણી, મહેતોજી બોલ્યા અમૃતવાણી:
‘કાં મન ચિંતા કરો છો ઊંડી? લાવો લખી આપું હું હૂંડી. ૧
અમારે-તમારે કારજ પડ્યું, પરમેશ્વર નહિ રાખે અડ્યું;
સિદ્ધ કામ થાશે તમ તણું, મોકલનાર ડાહ્યો છે ઘણું. ૨
સેવક તમારો હૂંડી કરે, જ્યહાં લખે ત્યાંહાંથી નવ પાછી ફરે;
માહારા શેઠને ઓળખે આખું ગામ, ન હોય તો લેજો માહારું નામ.’ ૩
તીરથવાસી બોલ્યા રલી રસે: ‘આ રૂપૈયા લીજે સાત્ત સેં;
લખી પત્ર ઉતાવળું દીજે, હૂંડિયામણ ઘટે તે લીજે.’ ૪
મહેતોજી કહે: ‘કરવું કામ, હૂંડિયામણ તો હરિનું નામ.’
શતશતના ગણી આપ્યા થોક, સાતસેં રૂપૈયા રોક. ૫
મહેતે ઘરમાં મૂકી બોરી, તે ખર્ચી રહ્યા સંધી-સોરી.
પછે મહેતે કરમાં લીધી તાળ, સ્તુતિ કરી સમર્યા ગોપાળ. ૬
નરસૈયો હરિની સ્તુતિ કરે, ખરખર નયણે આંસુ ખરે.
તાળ વાહે ને હરિગુણ ગાય: ‘શામળિયાજી! કરજો સહાય. ૭
પ્રહ્લાદની વહારે તમો ધસ્યા, લક્ષ્મીવર! તમો સ્તંભમાં વસ્યા;
અપર માતાનો ઉતાર્યો મદ, ધ્રુવને આપ્યું અવિચળ પદ. ૮