મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /રણયજ્ઞ કડવું ૮: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|કડવું ૮| રમણ સોની}} <poem> દુહા રાક્ષસ-કટક સહુ સજ્જ થયું, વળ્યા ન...")
(No difference)

Revision as of 05:41, 13 August 2021


કડવું ૮

રમણ સોની

દુહા
રાક્ષસ-કટક સહુ સજ્જ થયું, વળ્યા નીશાણે ધાય,
તાંહાં આવી રાણી મંદોદરી: ‘કરું વીનતી, રાવણરાય!          ૧

ઢાળ

‘આજનો દહાડો લાગે મુને ધૂંધળો,
દીસે ઝાંખો દીનકર દેવ;
ત્રિભુવનનાથને, હો સ્વામી! ના દૂભિયે
જેની બ્રહ્મા-શંકર કરે સેવ.          -રે હો રાણાજી!          ૨

દિશા ચારે હો દીસે ધૂંધળી,
કાંઈ શુકન માઠેરા થાય;
ફાલુ બોલે રે હો બિહામણી,
રુએ વાયસ, શ્વાન ને ગાય.          -રે હો રાણાજી!          ૩

ગઈ રાતે હો સ્વપન મુને આવિયું,
દીઠું દારુણ: કહ્યું ક્યમ જાય?
સમુદ્ર સુકાયો, રુધિરે સરિતા ભરી,
લંકામાં લાગી દીઠી લ્હાય.          -રે હો રાણાજી!          ૪

એક લાખ રાણી રુએ, રાણા! તમ તણી,
બીજો બહુ-બેટીનો સાથ;
કેશવહોણાં રે હો દીઠાં મસ્તક બાંડલાં,
દીઠા ચૂડલાવહોણા હાથ.          -રે હો રાણાજી!v ૫

રાણા! તમે હો કાળાં પટકુળ પહેરિયાં,
કંઠે કરેણ કેરો હાર;
દક્ષિણ દિશાએ, હો સ્વામી! તમે સંચર્યા
ઊંટ ઉપર થઈ અસવાર.          -રે હો રાણાજી!          ૬

રામજી પધારે હો નવ ગ્રહ પાધરા,
રામજી વાંકે વાંકો સંસાર;
પધારો વિભીષણ હો વાંકો થયો,
આજ વંઠી તમારી સહુ વહાર.          -રે હો રાણાજી!          ૭