મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/૯.નરસિંહ મહેતા/પદ (૧): Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પદ (૧) - શ્રીકૃષ્ણજન્મ-વધાઈનાં પદોમાંથી|રમણ સોની}} <poem> નાનું...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|પદ (૧) - શ્રીકૃષ્ણજન્મ-વધાઈનાં પદોમાંથી| | {{Heading|પદ (૧) - શ્રીકૃષ્ણજન્મ-વધાઈનાં પદોમાંથી|નરસિંહ મહેતા}} | ||
<poem> | <poem> |
Revision as of 04:44, 14 August 2021
પદ (૧) - શ્રીકૃષ્ણજન્મ-વધાઈનાં પદોમાંથી
નરસિંહ મહેતા
નાનું સરખું ગોકુળિયું, મારે વાહલે વૈકુંઠ કીધું રે;
બ્રહ્માદિકને સ્વપ્ને ન આવે, આહીરને દર્શન દીધું રે.
નાનું સરખું૦
ખટદર્શને ખોળ્યો ન લાધે, વેદ પુરાણ એમ ગાયે રે;
અવનવી લીલા વૃન્દાવનમાં, વન વન ધેન ચરાવે રે.
નાનું સરખું૦
પુરુષોત્તમ લીલા અવતારી, દેહ ધર્યા અવિનાશી રે;
કર જોડીને કહે નરસૈંયો, ગોવાળિયા વૈકુંઠવાસી રે.
નાનું સરખું૦