મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/૯.નરસિંહ મહેતા/પદ (૧): Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|પદ (૧) - શ્રીકૃષ્ણજન્મ-વધાઈનાં પદોમાંથી|રમણ સોની}} <poem> નાનું...")
 
No edit summary
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}


{{Heading|પદ (૧) - શ્રીકૃષ્ણજન્મ-વધાઈનાં પદોમાંથી|રમણ સોની}}
{{Heading|પદ (૧) - શ્રીકૃષ્ણજન્મ-વધાઈનાં પદોમાંથી|નરસિંહ મહેતા}}


<poem>
<poem>

Revision as of 04:44, 14 August 2021


પદ (૧) - શ્રીકૃષ્ણજન્મ-વધાઈનાં પદોમાંથી

નરસિંહ મહેતા

નાનું સરખું ગોકુળિયું, મારે વાહલે વૈકુંઠ કીધું રે;
બ્રહ્માદિકને સ્વપ્ને ન આવે, આહીરને દર્શન દીધું રે.
નાનું સરખું૦
ખટદર્શને ખોળ્યો ન લાધે, વેદ પુરાણ એમ ગાયે રે;
અવનવી લીલા વૃન્દાવનમાં, વન વન ધેન ચરાવે રે.
નાનું સરખું૦
પુરુષોત્તમ લીલા અવતારી, દેહ ધર્યા અવિનાશી રે;
કર જોડીને કહે નરસૈંયો, ગોવાળિયા વૈકુંઠવાસી રે.
નાનું સરખું૦