મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/પદ (૫): Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પદ (૫)|રમણ સોની}} <poem> ચાલો ચાલો સખી! જોવાને જઈએ, શ્રીગોકુલ આંબ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|પદ (૫)| | {{Heading|પદ (૫)|નરસિંહ મહેતા}} | ||
<poem> | <poem> |
Latest revision as of 04:46, 14 August 2021
પદ (૫)
નરસિંહ મહેતા
ચાલો ચાલો સખી! જોવાને જઈએ, શ્રીગોકુલ આંબો મોર્યો;
સહસ્રશાખ લાગી એણે આંબે, ત્રિભુવન છાયા ધરી રહ્યો.
ચાલો૦
જાદવ કુળ વસુદેવે વાવિયો, ઉદર દેવકીને ઉદિયો;
થાણું દેઈને નંદઘેર આણ્યો, જશોમતી પયોધર સીંચિયો.
ચાલો૦
સોલ સહસ્ર કોકિલા કલરવ કરે, ઇંદ્ર લગે ઘણું મેમયો,
શેષનાગની વેણ્ય સાંચર્યો, ત્રિભોવન છાયા ધરી રહ્યો.
ચાલો૦
ધ્રુવ અંબરીષ રુકમાંગદ રાજા, ભક્ત પ્રહ્લાદે વેડ્યો;
ભણે નરસૈંયો સેવાનાં ફળ: વૈષ્ણવને રુદે રહ્યો રે.
ચાલો૦