મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/પદ (૨૧): Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|પદ (૨૧) | | {{Heading|પદ (૨૧) |નરસિંહ મહેતા}} | ||
<poem> | <poem> |
Latest revision as of 04:54, 14 August 2021
પદ (૨૧)
નરસિંહ મહેતા
નહીં આપું રે, નંદજીના લાલ! મહીડાં મારાં રે;
હાં રે તમો વળગો મા, વિઠ્ઠલરાય! અમે નહીં તમારાં રે.
નહીં૦
વહાલો મારો ઊભો છે જમુના-તીર, નેણ-બાણ માર્યાં રે;
આવી વાગ્યાં છે રુદયા મોઝાર, તે મને સાલ્યાં રે.
નહીં૦
કહાના! કાંકરડી ના માર, માટ મારી ફૂટશે રે;
ફૂટે ફૂટે, નંદજીના લાલ! મહી મારું ઢળશે રે.
નહીં૦
વહાલે મારે મારી અવળી દોટ, ઉતારીને લીધાં રે;
લીધાં મહી તે, નંદજીના લાલ! ઉતારીને પીધાં રે.
નહીં૦
એમ જીવ્યા જાદવરાય, કે ગોપિકા હારી રે;
ભલે મળ્યો નરસૈંયાનો નાથ, બોલો બ્રહ્મચારી રે.
નહીં૦