મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/પદ (૫૨): Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પદ (૫૨) |રમણ સોની}} <poem> સંતો! અમે રે વહેવારિયા રામનામના; વેપાર...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|પદ (૫૨) | | {{Heading|પદ (૫૨) |નરસિંહ મહેતા}} | ||
<poem> | <poem> |
Latest revision as of 05:04, 14 August 2021
પદ (૫૨)
નરસિંહ મહેતા
સંતો! અમે રે વહેવારિયા રામનામના;
વેપારી અાવે છે બધા ગામગામના.
સંતો
અમારું વસાણું સાધુ સહુ કોને ભાવે,
અઢારે વરણ જેને વહોરવાને અાવે.
સંતો
અમારું વસાણું કાળદુકાળે ન ખૂટે.
જેને રાજા ન દંડે, જેને ચોર ન લૂંટે.
સંતો
લાખે કરોડે લેખાં નહિ, ને પાર વિનાની પૂંજી;
વહોરવું હોય તો વહોરી લેજો, કસ્તૂરી છે સોંઘી.
સંતો
રામનામ ધન અમારે વાજે ને ગાજે;
છપ્પન ઉપર ભેર ભેરી ભૂંગળ વાજે.
સંતો
અાવરો ને ખાતાવહીમાં લક્ષ્મીવરનું નામ;
ચિઠ્ઠીમાં ચતુર્ભુજ લખિયા, નરસૈંયાનું કામ.
સંતો