મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/મીરાં પદ (૫): Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|પદ (૫)|રમણ સોની}} <poem> કાનુડે ન જાણી મોરી પીર કાનુડે ન જાણી મોર...")
 
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}


{{Heading|પદ (૫)|રમણ સોની}}
{{Heading|પદ (૫)|મીરાં}}
<poem>
<poem>
કાનુડે ન જાણી મોરી પીર
કાનુડે ન જાણી મોરી પીર

Latest revision as of 05:50, 14 August 2021


પદ (૫)

મીરાં

કાનુડે ન જાણી મોરી પીર
કાનુડે ન જાણી મોરી પીર, બાઈ હું તો બાળકુંવારી રે,
કાનુડે ન જાણી મોરી પીર.
જલ રે જમના અમે પાણીડાં ગયાં’તાં વહાલા,
કાનુડે ઉડાડ્યાં આછાં નીર, ઊડ્યાં ફરરરરરર રે. કાનુડે
વૃન્દા રે વનમાં વા’લે રાસ રચ્યો છે;
સોળસેં ગોપીનાં તાણ્યાં ચીર; ફાટ્યાં ચરરરરરરર રે. કાનુડે
હું વરણાગી કા’ના તમારા રે નામની,
ખેંચી મારેલાં પ્રેમ તીર; વાગ્યાં અરરરરરરર રે. કાનુડે
બાઈ મીરાં કહે પ્રભુ ગિરિધર નાગર,
કાનુડે બાળીને કીધાં ખાખ; રાખ ઊડી ફરરરરરરર રે. કાનુડે