મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/મીરાં પદ (૮): Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પદ (૮)|રમણ સોની}} <poem> દવ તો લાગેલ દવ તો લાગેલ ડુંગરમેં, કહોને ઓ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|પદ (૮)| | {{Heading|પદ (૮)|મીરાં}} | ||
<poem> | <poem> | ||
દવ તો લાગેલ | દવ તો લાગેલ |
Latest revision as of 05:51, 14 August 2021
પદ (૮)
મીરાં
દવ તો લાગેલ
દવ તો લાગેલ ડુંગરમેં, કહોને ઓધાજી! હવે કેમ કરીએ?
કેમ તે કરીએ, અમે કેમ કરીએ? દવ તો લાગેલ ડુંગરમેં.
હાલવા જઈએ તો વહાલા હાલી ન શકીએ;
બેસી રહીએ તો અમે બળી મરીએ રે.
આ રે વરતીએ નથી ઠેકાણું રે વહાલા હે રી,
પર વરતીની પાંખે અમે ફરીએ રે.
સંસારસાગર મહાજળ ભરિયો વહાલા હે રી,
બાંહેડી ઝાલો નીકર બૂડી મરીએ રે.
બાઈ મીરાં કહે પ્રભુ ગિરિધર નાગર હે રી,
ગુરુજી! તારો તો અમે તરીએ રે.