મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/મીરાં પદ (૧૫): Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પદ (૧૫)|રમણ સોની}} <poem> જૂનું તો થયું રે દેવળ જૂનું તો થયું રે, દ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|પદ (૧૫)| | {{Heading|પદ (૧૫)|મીરાં}} | ||
<poem> | <poem> | ||
જૂનું તો થયું રે દેવળ | જૂનું તો થયું રે દેવળ |
Latest revision as of 05:53, 14 August 2021
પદ (૧૫)
મીરાં
જૂનું તો થયું રે દેવળ
જૂનું તો થયું રે, દેવળ જૂનું તો થયું;
મારો હંસલો નાનો ને દેવળ જૂનું તો થયું.
આ રે કાયા રે હંસા, ડોલવાને લાગી રે;
પડી ગયા દાંત માંયલી રેખું તો રહ્યું.
તારે ને મારે હંસા, પ્રીત્યું બંધાણી રે;
ઊડી ગયો હંસ પાંજર પડી તો રહ્યું.
બાઈ મીરાં કહે છે પ્રભુ ગિરિધરના ગુણ;
પ્રેમનો પ્યાલો તમને પાઉં ને પીઉં.