મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/મીરાં પદ (૧૮): Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પદ (૧૮)|રમણ સોની}} <poem> ઉપાડી ગાંસડી વેઠની રે ઊપાડી ગાંસડી વેઠ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|પદ (૧૮)| | {{Heading|પદ (૧૮)|મીરાં}} | ||
<poem> | <poem> | ||
ઉપાડી ગાંસડી વેઠની રે | ઉપાડી ગાંસડી વેઠની રે |
Latest revision as of 05:56, 14 August 2021
પદ (૧૮)
મીરાં
ઉપાડી ગાંસડી વેઠની રે
ઊપાડી ગાંસડી વેઠની રે, કેમ નાખી દેવાય?
એ છે રણછોડરાય શેઠની રે, કેમ નાખી દેવાય?
એ છે શામળશા શેઠની રે, કેમ નાખી દેવાય?
ઊની ઊની રેતીમાં પગ બળે છે:
લૂ વાય છે માસ જેઠની રે; કેમ નાખી દેવાય?
મીરાં કહે પ્રભુ ગિરિધર નાગર,
મને લગની લાગી છે ઠેઠની રે: કેમ નાખી દેવાય?