મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/મીરાં પદ (૩૨): Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પદ (૩૨)|રમણ સોની}} <poem> મારી દસ આંગળીઓ થઈ છે લાલ, હું તો સપનામાં...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|પદ (૩૨)| | {{Heading|પદ (૩૨)|મીરાં}} | ||
<poem> | <poem> | ||
મારી દસ આંગળીઓ થઈ છે લાલ, હું તો સપનામાં પરણી શ્રી ગોવિંદને. | મારી દસ આંગળીઓ થઈ છે લાલ, હું તો સપનામાં પરણી શ્રી ગોવિંદને. |
Latest revision as of 05:59, 14 August 2021
પદ (૩૨)
મીરાં
મારી દસ આંગળીઓ થઈ છે લાલ, હું તો સપનામાં પરણી શ્રી ગોવિંદને.
કાશી ગામના રૂડા જોશી તેડાવું, હું તો રૂડા જોશ જોવડાવું. હું તો
વાંસ મંગાવું હરિયા બાગના, હું તેના રૂડા મંડપ રચાવું. હું તો
ગંગાજમુનાની રૂડી ગોરમટી મંગાવું, હું તો તેની રૂડી ચોરીઓ ચીતરાવું. હું તો
અટપટી પાઘ કેસરિયા વાઘા, રેશમી સુરવાલી સીવરાવું. હું તો
કેસરી તિલક કરું ભાલ, મારા વા’લા! હાથે બાજુબંધ પે’રાવું. હું તો
બાઈ મીરા કહે પ્રભુ ગિરિધરના ગુણ, ચરણકમલ ચિત્ત લાવું. હું તો