મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /ખંડ ૧: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}


{{Heading|ખંડ ૧ | રમણ સોની}}
{{Heading|ખંડ ૧ |સમયસુંદર}}
<poem>
<poem>
ખંડ ૧
ખંડ ૧

Latest revision as of 06:25, 14 August 2021


ખંડ ૧

સમયસુંદર

ખંડ ૧
પ્રારંભ સ્તુતિ
દુહા
સ્વસ્તિ શ્રી સુખ સંપદા, દાયક અરિહંત દેવ
કર જોડી તેહનઈ કરું, નમસ્કાર નિતમેવ           ૧

નિજ ગુરુ ચરણકમલ નમું, ત્રિણ તત્ત્વ દાતાર
કીડી થી કુંજર કિયઉં, એ, મુજને ઉપગાર          ૨

સમરું સરસતિ સામિણી, એક કરું અરદાસ
માતા દીજે મુજને , વારુ વચન વિલાસ           ૩

‘સાંબપ્રદ્યુમ્ન’ કથા સરસ,‘ પ્રત્યેકબુદ્ધ’ પ્રબંધ
‘નલદવદન્તિ’, ‘મૃગાવતી’,-- ચઉપઈ ચ્યાર સબંધ          ૪

આઈ તું આવી તિહાઁ, સમર્યા દીઘઉ સાદ
સીતારામ સબંધ પણિ, સરસતિ કરે પ્રસાદ          ૫

કલંક ન દીજઈ કેહનઈ, વલી સાધ નઈ વિશેષિ
પાપવચન સહુ પરિહરઉ, દુ:ખ સીતાનું દેખિ          ૬

સીલ રતન પાલઉ સહૂ, જિમિ પાલઉ જસવાસ
સીતાની પરિ સુખ લહઉ, લાભઉ લીલ-વિલાસ          ૭

સીતારામ સબંધ ના, નવ(૯) ખંડ કહીસિ નિબદ્ધ
સાવધાન થઈ સાંભલઉ, સીલ વિના સહુ ધધ          ૮


ખંડ ૧: ઢાલ પાંચમી
   (સીતાના રૂપનું વર્ણન)
સીતા અતિ સોહઈ, સીતાતઉ રુપઈ રુડી
જાણે અમ્બા ડાલિં સૂડીં હો           સીતા૦

વેણી સોહઈ લાવી, અતિ સ્યામ ભમરકડિ આવી હો          સીતા૦

મુખ સસિ ચાંદ્રણઉ કીધઉ, અધારઈ પાસઉ લીધઉ હો ૧          સીતા૦

રાખડી સોહઈ માથઈ, જાણે ચૂડામણિ સાથઈ હો          સીતા૦

શશિદલ ભાલ વિરાજઈ, વિચિ વિંદલી શોભા કાજઈ હો ૨          સીતા૦

નયનકમલ અણિયાલા, વિચિ કીકી ભમરા કાલા હો          સીતા૦

સૂડા ની ચાંચ સરેખી, નાસિકા અતિ ત્રીખી નિરખી હો ૩          સીતા૦

નકવેસર તિહા લહકઈ, ગિરુયા ની સગતિ ગહકઈ હો          સીતા૦

કાને કુંડલની જોડી, જેહ નઉ મૂલ લાખ નઈ કોડી હો ૪          સીતા૦

અધર પ્રવાલી રાતી, દત દાડિમ કલિય કહાતી હો          સીતા૦

મુખ પુનિમ નઉ ચદઉ, તુસ વચન અમીરસ વિંદઉ હો ૫          સીતા૦

કંઠ કદલવલી ત્રિવલી, દક્ષણાવ્રત સખ જ્યુ સવલી હો          સીતા૦

અતિ કોમલ બે બાંહાં, રક્તોપલ સમ કર તાંહાં હો ૬          સીતા૦

ઘણ થણ કલસ વિસાલા, ઉપરિ હાર કુસમની માલા હો          સીતા૦

કટિ લક કેસરિ સરિખઉ, ભાવઈ કોઈ પડિત પરિખઉ હો ૭          સીતા૦

કટિ તટ મેખલા પહિરી, જોબન ભરી જાયઈ લહરી હો          સીતા૦

રોમ રહિત બે જંધા હો, જાણે કરિ કેલિ ના થંભા હો ૮          સીતા૦

ઉન્નત પગ નખ રાતા, જાણે કનક કૂરમ બે માતા હો          સીતા૦

સીતા તઉ રુપઈ સોહઈ, નિરખતા સુર નર મોહઈ હો ૯          સીતા૦