સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/દામોદર ખુ. બોટાદકર/જનની: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> મીઠાં મધુ ને મીઠા મેહુલા રે લોલ, એથી મીઠી તે મોરી માત રે; જનનીની જ...")
 
(No difference)

Latest revision as of 12:41, 1 June 2021

મીઠાં મધુ ને મીઠા મેહુલા રે લોલ,
એથી મીઠી તે મોરી માત રે;
જનનીની જોડ સખી! નહિ જડે રે લોલ....
અમીની ભરેલી એની આંખડી રે લોલ,
વહાલનાં ભરેલાં એનાં વેણ રે.—જનનીની. ...
ગંગાનાં નીર તો વધે-ઘટે રે લોલ,
સરખો એ પ્રેમનો પ્રવાહ રે..—જનનીની.
વરસે ઘડીક વ્યોમવાદળી રે લોલ,
માડીનો મેઘ બારે માસ રે..—જનનીની.
ચળતી ચંદાની દીસે ચાંદની રે લોલ,
એનો નહિ આથમે ઉજાસ રે;
જનનીની જોડ સખી! નહિ જડે રે લોલ.