મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /રણજંગ કડવું ૧૧: Difference between revisions
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|કડવું ૧૧| રમણ સોની}} <poem> હઠ છોડો આણી વાર, હડીલા રાણા રે તાહારા...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|કડવું ૧૧| | {{Heading|કડવું ૧૧|વજિયો}} | ||
<poem> | <poem> | ||
હઠ છોડો આણી વાર, હડીલા રાણા રે | હઠ છોડો આણી વાર, હડીલા રાણા રે |
Latest revision as of 07:31, 14 August 2021
વજિયો
હઠ છોડો આણી વાર, હડીલા રાણા રે
તાહારા કટકમાંહિ દીમે છે વાંકી વાત, સાંભળ હો રાણા રે. ૧
વિભીષણ ભાઈ રામજીને જ મળ્યો, તેને આપ્યું લંકાનું રાજ્ય.
રાવણ. તુજને રામજી મારશે રે, લેશે લંકાનું રાજ્ય, હઠીલા. ૨
રામજી ભડ વાંએ લંકા ભેળશે, તારાં રાક્ષસડાંને કરશે લોટ, હઠીલા. ૩
ખગપતિ બોલ્યો હો રાંણા તાહારે માળીએ રે, વાયસ બોલ્યો ઘરને બાર. ૪
રાવણ કેહે છિ નાલનફા તે વાંનર થાશે ચૂર,
એ શૂં બોલી રાંણી મંદોદરી, મુજ ઉફરો નથિ કો સૂર. ૫
રાવણ એણી પેરે બોલીયો, સુણ મંદોદરી નાર.
તેત્રીશ ક્રોડ માહારી સેવા કરે, ત્યાંહાં કોણ સુગ્રીવ મોરાર? ૬
નરપતિ ધુએ રે ધોતીયાં, સૂર્ય કરે રે રસોઈ;
બ્રેહ તે ભરડે છે કોદરા, યમ આંણે છે તોય. ૭
ગણેશ ગધેડાં ચારે છે, ચામુંડા ઢોળે છે વાય;
પવન બાહાર છે આંગણે, ઇંદ્ર ઓળાગ કરાય. ૮