મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /રણજંગ કડવું ૧૪: Difference between revisions
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|કડવું ૧૪ | રમણ સોની}} <poem> ત્રિકૂટાચળ તાલ, મળ્યા કપિરાલ, ઉગતે સ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|કડવું ૧૪ | | {{Heading|કડવું ૧૪ |વજિયો}} | ||
<poem> | <poem> | ||
ત્રિકૂટાચળ તાલ, મળ્યા કપિરાલ, ઉગતે સુર સુ સોફળીયા; | ત્રિકૂટાચળ તાલ, મળ્યા કપિરાલ, ઉગતે સુર સુ સોફળીયા; |
Latest revision as of 07:32, 14 August 2021
વજિયો
ત્રિકૂટાચળ તાલ, મળ્યા કપિરાલ, ઉગતે સુર સુ સોફળીયા;
રામનો રણજંગ, જાણી અણભંગ, ઇંદ્ર બેસી વિમાન જોવા ચઢીયા. ૧
કરડે કપિ દંત, ગાજે ગિરિશૃંગ, ત્રુટે શિરબધ, ઢળે ઢળીયા;
દેઈ તે દડાક, વાજે વીરહાક, પડે શેષ ઢાક, શીસે ઢળીયા. ૨
ખળહળે લોહી ખાલ, જ્યંતા ખંધાલ તોખાર; સો ઢગ વળીયા
કીધો રિપુહોમ, દેઈ ખંધ ધોમ, ઉઠ્યા અંગ રોમ, ઉભા વળીયા. ૩
ગડેડે જાંબુવંત, હાકે હનુમંત, ઇંદ્રજિત ને હનુમાન આથડીયા;
હનુ કરે હોકાર, ગદાના ગુંજાર, તાંહાં કુંભકર્ણને લક્ષ્મણ આથડીયા. ૪
ભાજંતે ગામ, રોળ્યા એક ઠામ, ત્યાંહાં રાવણ રામ ઘાયે મળીયા;
કવિ કરે વખાણ, સમરે પુરાણ, સાધે ગુણતા કવે દશ કંધરીયા. ૫
કવે દશકંધ, તાણ ગુણબંધ, જાંણ અધચંદ્ર રાહુ ગળીયા. ૬
રાવણનાં વાઢ્યાં દશ વૈણ, જાણ શૂંગમેર, માયાં નાલકેર પૂજા ચઢીયાં;
રઘુનાથજીનો રણજંગ, જાંણી ઇંદ્ર બેસી વિમાંન જોવા ચઢીયા. ૭
છેદી વીશ અંગ, કીધૂ દેહભંગ, લસીને ચોરંગ શું લડથડીયા;
રહ્યો રૂદે રાંમ, પામ્યો નિજ ઠામ, બેસીને વિમાન, વૈકુંઠ ગયા. ૮
ત્રૂટે કડીઆલ, ફૂટે અણીઆલ, વાજે વીર બાણ આરાં પરીયા;
હોય વપુ કાટ, વાજે અઘીઆર,તે જાયે ઘટસુ સોંસરીયા. ૯
મારયા સર્વ મીર, કોપ્યો રઘુવીર, સાહ્યો શૂરધીર, સો સેઢલીયા;
કોપ્યો કષિ કાળ, કાઢી અંતરાળ, ગળે ઘાલી માળ, કેસુ ફુલીયાં. ૧૦
ઢોળ ઢમકતે, દાદીમા દમકતે, ઘટા વાગે નાદશું ધમધમીયા;
નિપન્યો રણજગ, ગંગાનો તરંગ, મહી નવરંગ, કથા લખીયા. ૧૧
રઘુનાથજીનો રણજંગ, જાણી ઇંદ્ર બેસી વિમાન જોવા ચઢીયા,
વજિયો જન વીણ, જીત્યુ ભગવાન, ઋષિ વાલ્મીક કવિ કહીયા. ૧૨
જ્યો રણયાગ, કીધો ચાર ભાગ, આપ્યો મહા ત્યાગ, લંકા દરીયા;
વજિયામુખર્વાણ, ગાયું ગુણ જાણ, સતી ભગવાનજી લેઈ વળીયા ૧૩