મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /રણજંગ કડવું ૧૭: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|કડવું ૧૭| રમણ સોની}} <poem> રામનાંમ આધાર, હમારે રામનાંમ આધાર, રા...")
 
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}


{{Heading|કડવું ૧૭| રમણ સોની}}
{{Heading|કડવું ૧૭| વજિયો}}
<poem>
<poem>
રામનાંમ આધાર, હમારે રામનાંમ આધાર,
રામનાંમ આધાર, હમારે રામનાંમ આધાર,

Latest revision as of 07:32, 14 August 2021


કડવું ૧૭

વજિયો

રામનાંમ આધાર, હમારે રામનાંમ આધાર,
રામનાંમપર પ્રીત ન ઉપની, તેહનો શો અવતાર, અમારે.          ૧
પઠન ગુણ હું ક ન જાંણૂં, કવણ ઉપાડે ભાર:
આયુ ઘટે ને જરા વ્યાપે કધે બેઠો કાળ. અમારે.          ૨
વેદ પૂરાણ શાસ્ર એમ બોલે, રામ ઉતારે પાર;
વજિયો કહે ગાય સુણે, તે પામે પદારથ ચાર. અમારે.          ૩