મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /ઓખાહરણ કડવું ૧૩: Difference between revisions
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
(2 intermediate revisions by the same user not shown) | |||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|કડવું ૧૩| | {{Heading|કડવું ૧૩|પ્રેમાનંદ}} | ||
<poem> | <poem> | ||
રાગ બિહાગડો | રાગ બિહાગડો | ||
Line 13: | Line 13: | ||
વિધાત્રી કહે, ‘સુણો રાણી, તમો આંખે ન ભરશો પાણી;{{space}} ૪ | વિધાત્રી કહે, ‘સુણો રાણી, તમો આંખે ન ભરશો પાણી;{{space}} ૪ | ||
પ્રધાનપુત્રી છું કહેવા માત્ર, હું છું બ્રહ્માણી માનવગાત્ર; | પ્રધાનપુત્રી છું કહેવા માત્ર, હું છું બ્રહ્માણી માનવગાત્ર; | ||
તુજ અર્થે લીધો અવતાર મેળવિયાં સ્રી-ભરથાર.{space}} ૫ | તુજ અર્થે લીધો અવતાર મેળવિયાં સ્રી-ભરથાર.{{space}} ૫ | ||
એમ કહી થઈ અદર્શન, ચિત્રલેખા ગઈ બ્રહ્મસદન. | એમ કહી થઈ અદર્શન, ચિત્રલેખા ગઈ બ્રહ્મસદન. | ||
ઓખાએ રોઈ આંખડી ભરી, કંથે આસનાવાસના કરી.{space}} ૬ | ઓખાએ રોઈ આંખડી ભરી, કંથે આસનાવાસના કરી.{{space}} ૬ | ||
૦ | ૦ | ||
શીશફૂલ ને સેંથે સિંદૂર, દેખી મોહ્યો તે અનિરુદ્ધ શૂર; | શીશફૂલ ને સેંથે સિંદૂર, દેખી મોહ્યો તે અનિરુદ્ધ શૂર; | ||
કાને કુંડળ ઝગમગ જોઈ કામકુંઅર રહ્યો છે મોહી.{space}} ૧૫ | કાને કુંડળ ઝગમગ જોઈ કામકુંઅર રહ્યો છે મોહી.{{space}} ૧૫ | ||
પંકજ મધ્યે બિંદુ પડતાં, મોર-મોતી અધરે ઢળતાં; | પંકજ મધ્યે બિંદુ પડતાં, મોર-મોતી અધરે ઢળતાં; | ||
ચપળ નેત્ર ઝીણું અંજન, જાણે જાળે પડ્યું ખંજન.{space}} ૧૬ | ચપળ નેત્ર ઝીણું અંજન, જાણે જાળે પડ્યું ખંજન.{{space}} ૧૬ | ||
નારી! તારી નાસિકાનો મોર, નહિ ભૂષણ, ચિત્તનો ચોર; | નારી! તારી નાસિકાનો મોર, નહિ ભૂષણ, ચિત્તનો ચોર; | ||
રક્ત અધર હસે મંદ મંદ, ન હોય હાસ્ય, મોહના ફંદ.{space}} ૧૭ | રક્ત અધર હસે મંદ મંદ, ન હોય હાસ્ય, મોહના ફંદ.{{space}} ૧૭ | ||
મોહ્યો મોહ્યો તે મુખને મોડે, મોહ્યો મોહ્યો ભ્રકુટિને જોડે; | મોહ્યો મોહ્યો તે મુખને મોડે, મોહ્યો મોહ્યો ભ્રકુટિને જોડે; | ||
મોહ્યો મોહ્યો હાર ગુળુબંધ, મોહ્યો મોહ્યો બાજુબંધ.{space}} ૧૮ | મોહ્યો મોહ્યો હાર ગુળુબંધ, મોહ્યો મોહ્યો બાજુબંધ.{{space}} ૧૮ | ||
મોહ્યો મોહ્યો હસ્તકમળ, મોહ્યો મોહ્યો ઉર-કુંભસ્થળ; | મોહ્યો મોહ્યો હસ્તકમળ, મોહ્યો મોહ્યો ઉર-કુંભસ્થળ; | ||
મોહ્યો મોહ્યો પ્રેમને પાશે, મોહ્યો મોહ્યો ચંદનની વાસે.{space}} ૧૯ | મોહ્યો મોહ્યો પ્રેમને પાશે, મોહ્યો મોહ્યો ચંદનની વાસે.{{space}} ૧૯ | ||
મોહ્યો મોહ્યો અલકની લટે, મોહ્યો મોહ્યો કેરસી-કટે; | મોહ્યો મોહ્યો અલકની લટે, મોહ્યો મોહ્યો કેરસી-કટે; | ||
મોહ્યો મોહ્યો પહેરણ ફાળી, મોહ્યો મોહ્યો ક્ષુદ્ર-ઘંટાળી.{space}} ૨૦ | મોહ્યો મોહ્યો પહેરણ ફાળી, મોહ્યો મોહ્યો ક્ષુદ્ર-ઘંટાળી.{{space}} ૨૦ | ||
મોહ્યો મોહ્યો નેત્રને નમણે, મોહ્યો મોહ્યો હંસાગમને; | મોહ્યો મોહ્યો નેત્રને નમણે, મોહ્યો મોહ્યો હંસાગમને; | ||
મોહ્યો મોહ્યો અરગજાને મહેકે, મોહ્યો મોહ્યો ચાલને લહેકે.{space}} ૨૧ | મોહ્યો મોહ્યો અરગજાને મહેકે, મોહ્યો મોહ્યો ચાલને લહેકે.{{space}} ૨૧ | ||
મોહ્યો મોહ્યો ઝાંઝરને ઝમકે, મોહ્યો મોહ્યો અણવટને ઠમકે; | મોહ્યો મોહ્યો ઝાંઝરને ઝમકે, મોહ્યો મોહ્યો અણવટને ઠમકે; | ||
મોહ્યો મોહ્યો નેપૂરિયાને ઠમકે, મોહ્યો મોહ્યો ગોફણિયાને રણકે.{space}}૨૨ | મોહ્યો મોહ્યો નેપૂરિયાને ઠમકે, મોહ્યો મોહ્યો ગોફણિયાને રણકે.{{space}}૨૨ | ||
મોહ્યો મોહ્યો નેહને નમી, મોહ્યો મોહ્યો ચાર આંખે અમી; | મોહ્યો મોહ્યો નેહને નમી, મોહ્યો મોહ્યો ચાર આંખે અમી; | ||
કામકુંવર રહ્યો છે મોહી, નારીની ચંચલતા જોઈ.{space}} ૨૩ | કામકુંવર રહ્યો છે મોહી, નારીની ચંચલતા જોઈ.{{space}} ૨૩ | ||
અનિરુદ્ધ બાંધ્યો પ્રેમને પાશે, મોહ્યો કટિમેખલાને પ્રકાશે; | અનિરુદ્ધ બાંધ્યો પ્રેમને પાશે, મોહ્યો કટિમેખલાને પ્રકાશે; | ||
એકસ્થંભ ઓખાનું ધામ, તેથી વસર્યું દ્વારકા ગામ.{space}} ૨૪ | એકસ્થંભ ઓખાનું ધામ, તેથી વસર્યું દ્વારકા ગામ.{{space}} ૨૪ | ||
ભક્ષ્ય ભોજને પોષ્યું આપ, તેણે વીર્સ્યાં મા ને બાપ; | ભક્ષ્ય ભોજને પોષ્યું આપ, તેણે વીર્સ્યાં મા ને બાપ; | ||
પામ્યો અધરામૃતનું પાન, તેણે વીસર્યો હરિનું ધ્યાન.{space}} ૨૫ | પામ્યો અધરામૃતનું પાન, તેણે વીસર્યો હરિનું ધ્યાન.{{space}} ૨૫ | ||
વિકળ થયો વિષયને સ્વાદ, તેણે મૂકી કુળ-મરજાદ; | વિકળ થયો વિષયને સ્વાદ, તેણે મૂકી કુળ-મરજાદ; | ||
વિષય ઓખા સ્નેહસાગર, તેથી વીસર્યો રત્નાકર.{space}} ૨૬ | વિષય ઓખા સ્નેહસાગર, તેથી વીસર્યો રત્નાકર.{{space}} ૨૬ | ||
અનિરુદ્ધને ચાલ છે ગમતી, નારી હીંડે નેહની નમતી; | અનિરુદ્ધને ચાલ છે ગમતી, નારી હીંડે નેહની નમતી; | ||
‘મહિલા! મહિલા!’ મુખે ઊચરતો, હીંડે નારીની પૂંઠે ફરતો.{space}} ૨૭ | ‘મહિલા! મહિલા!’ મુખે ઊચરતો, હીંડે નારીની પૂંઠે ફરતો.{{space}} ૨૭ | ||
સ્રીએ મોહની મદિરા પાઈ, આલિંગન દે છે ધાઈ ધાઈ; | સ્રીએ મોહની મદિરા પાઈ, આલિંગન દે છે ધાઈ ધાઈ; | ||
નિર્ભે નિશ્ચે કરે છે ભોગ, તેણે નીવરતો વ્રેહનો રોગ.{space}} ૨૮ | નિર્ભે નિશ્ચે કરે છે ભોગ, તેણે નીવરતો વ્રેહનો રોગ.{{space}} ૨૮ | ||
એક એકને ગ્રહી રાખે, અન્યોન્ય અધરામૃત ચાખે; | એક એકને ગ્રહી રાખે, અન્યોન્ય અધરામૃત ચાખે; | ||
અંગ ઉપર અંગ જ નાખે. ‘મૂકો મૂકો જી’ મુખથી ભાખે;{space}} ૨૯ | અંગ ઉપર અંગ જ નાખે. ‘મૂકો મૂકો જી’ મુખથી ભાખે;{{space}} ૨૯ | ||
અંગોઅંગે કામ રહ્યો રમી, ચાર આંખડીએ ઝમે છે અમી; | અંગોઅંગે કામ રહ્યો રમી, ચાર આંખડીએ ઝમે છે અમી; | ||
શૂધ-બૂધ ગઈ છે વીસરી, એમ ચોમાસું ગયું નીસરી.{space}} ૩૦ | શૂધ-બૂધ ગઈ છે વીસરી, એમ ચોમાસું ગયું નીસરી.{{space}} ૩૦ | ||
<center>વલણ</center> | <center>વલણ</center> | ||
ગયું ચોમાસું નીસરી, આવ્યો આશ્વિન માસ રે; | ગયું ચોમાસું નીસરી, આવ્યો આશ્વિન માસ રે; | ||
કન્કા ટળી નારી થઈ, પછે ઓખા પામી વિલાસ રે. ૩૧ | કન્કા ટળી નારી થઈ, પછે ઓખા પામી વિલાસ રે.{{space}} ૩૧ | ||
</poem> | </poem> |
Latest revision as of 07:47, 14 August 2021
પ્રેમાનંદ
રાગ બિહાગડો
સુખ ભોગવે શ્યામા ને સ્વામી, ચિત્રલેખા કહે શિર નામી,
‘અન્ન બેનું આપે છે રાય, ત્રીજું માણસ તે કેમ સમાય? ૧
તમો નરનારી ક્રીડા કીજે, હવે મુજને આજ્ઞા દીજે.’
રોતી ઓખા વળતું ભાખે, ‘બાઈ! કેમ જીવું તુજ પાખે? ૨
તમો તાતને ઘેર ન જવાય, જો જાઓ તો જાણ જ થાય.
આપણ એકઠાં દહાડા નીગમશું, આપણ ત્રણે વહેંચીને જમશું; ૩
દુ:ખ થાશે તો દેશુ થાવા, પણ નહિ દઉં તુજને જાવા.’
વિધાત્રી કહે, ‘સુણો રાણી, તમો આંખે ન ભરશો પાણી; ૪
પ્રધાનપુત્રી છું કહેવા માત્ર, હું છું બ્રહ્માણી માનવગાત્ર;
તુજ અર્થે લીધો અવતાર મેળવિયાં સ્રી-ભરથાર. ૫
એમ કહી થઈ અદર્શન, ચિત્રલેખા ગઈ બ્રહ્મસદન.
ઓખાએ રોઈ આંખડી ભરી, કંથે આસનાવાસના કરી. ૬
૦
શીશફૂલ ને સેંથે સિંદૂર, દેખી મોહ્યો તે અનિરુદ્ધ શૂર;
કાને કુંડળ ઝગમગ જોઈ કામકુંઅર રહ્યો છે મોહી. ૧૫
પંકજ મધ્યે બિંદુ પડતાં, મોર-મોતી અધરે ઢળતાં;
ચપળ નેત્ર ઝીણું અંજન, જાણે જાળે પડ્યું ખંજન. ૧૬
નારી! તારી નાસિકાનો મોર, નહિ ભૂષણ, ચિત્તનો ચોર;
રક્ત અધર હસે મંદ મંદ, ન હોય હાસ્ય, મોહના ફંદ. ૧૭
મોહ્યો મોહ્યો તે મુખને મોડે, મોહ્યો મોહ્યો ભ્રકુટિને જોડે;
મોહ્યો મોહ્યો હાર ગુળુબંધ, મોહ્યો મોહ્યો બાજુબંધ. ૧૮
મોહ્યો મોહ્યો હસ્તકમળ, મોહ્યો મોહ્યો ઉર-કુંભસ્થળ;
મોહ્યો મોહ્યો પ્રેમને પાશે, મોહ્યો મોહ્યો ચંદનની વાસે. ૧૯
મોહ્યો મોહ્યો અલકની લટે, મોહ્યો મોહ્યો કેરસી-કટે;
મોહ્યો મોહ્યો પહેરણ ફાળી, મોહ્યો મોહ્યો ક્ષુદ્ર-ઘંટાળી. ૨૦
મોહ્યો મોહ્યો નેત્રને નમણે, મોહ્યો મોહ્યો હંસાગમને;
મોહ્યો મોહ્યો અરગજાને મહેકે, મોહ્યો મોહ્યો ચાલને લહેકે. ૨૧
મોહ્યો મોહ્યો ઝાંઝરને ઝમકે, મોહ્યો મોહ્યો અણવટને ઠમકે;
મોહ્યો મોહ્યો નેપૂરિયાને ઠમકે, મોહ્યો મોહ્યો ગોફણિયાને રણકે. ૨૨
મોહ્યો મોહ્યો નેહને નમી, મોહ્યો મોહ્યો ચાર આંખે અમી;
કામકુંવર રહ્યો છે મોહી, નારીની ચંચલતા જોઈ. ૨૩
અનિરુદ્ધ બાંધ્યો પ્રેમને પાશે, મોહ્યો કટિમેખલાને પ્રકાશે;
એકસ્થંભ ઓખાનું ધામ, તેથી વસર્યું દ્વારકા ગામ. ૨૪
ભક્ષ્ય ભોજને પોષ્યું આપ, તેણે વીર્સ્યાં મા ને બાપ;
પામ્યો અધરામૃતનું પાન, તેણે વીસર્યો હરિનું ધ્યાન. ૨૫
વિકળ થયો વિષયને સ્વાદ, તેણે મૂકી કુળ-મરજાદ;
વિષય ઓખા સ્નેહસાગર, તેથી વીસર્યો રત્નાકર. ૨૬
અનિરુદ્ધને ચાલ છે ગમતી, નારી હીંડે નેહની નમતી;
‘મહિલા! મહિલા!’ મુખે ઊચરતો, હીંડે નારીની પૂંઠે ફરતો. ૨૭
સ્રીએ મોહની મદિરા પાઈ, આલિંગન દે છે ધાઈ ધાઈ;
નિર્ભે નિશ્ચે કરે છે ભોગ, તેણે નીવરતો વ્રેહનો રોગ. ૨૮
એક એકને ગ્રહી રાખે, અન્યોન્ય અધરામૃત ચાખે;
અંગ ઉપર અંગ જ નાખે. ‘મૂકો મૂકો જી’ મુખથી ભાખે; ૨૯
અંગોઅંગે કામ રહ્યો રમી, ચાર આંખડીએ ઝમે છે અમી;
શૂધ-બૂધ ગઈ છે વીસરી, એમ ચોમાસું ગયું નીસરી. ૩૦
ગયું ચોમાસું નીસરી, આવ્યો આશ્વિન માસ રે;
કન્કા ટળી નારી થઈ, પછે ઓખા પામી વિલાસ રે. ૩૧