મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /અભિમન્યુઆખ્યાન કડવું ૩૭: Difference between revisions
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|કડવું ૩૭| રમણ સોની}} <poem> રાગ સામેરી ઉત્તરાનાં વાયક સાંભળી અ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|કડવું ૩૭| | {{Heading|કડવું ૩૭|પ્રેમાનંદ}} | ||
<poem> | <poem> | ||
રાગ સામેરી | રાગ સામેરી |
Latest revision as of 07:54, 14 August 2021
પ્રેમાનંદ
રાગ સામેરી
ઉત્તરાનાં વાયક સાંભળી અભિમન્યુ ત્યાં બોલ્યો વળી:
‘મારા સમ જો આંસુ ભરો, કાં જી આંખ રાતડી કરો? ૧
નારી! તમો છો રે ક્ષત્રાણી, તો નવ ઘટે દીનતા-વાણી.
હાં રે રણથી જે ઓસરવું, મહિલા! તે-પે રૂડું મરવું. ૨
તમે આજ્ઞા કરો એવું જાણી.’ ત્યારે બોલ્યાં ઉત્તરા રાણી:
‘સ્વામી! મન છે તો પધારો, જઈ શત્રુને સંહારો. ૩
તમારી માતને ભાગ્યે ઊગરજો, શીશ શત્રુનાં તમે હરજો.
જી રે જોધપણે તમો જાજો, સ્વામી! થવાયે તેવા થાજો. ૪
કંથજી! કુળને દીપાવજો, જશ ઉપારજી ઘેર આવજો.’
એવું કહીને પગે લાગી, પિયુ ચાલ્યો ને આશા ભાગી. ૫
પ્રેમદા પૂંઠે રહી જોતી, ખરે આંસું જેવાં મોતી.
વહાલાજીનો વરાંસો નવ ખમાય, વળી જુએ તો વારુ થાય. ૬
વલવલાટ ઘણોએક કરી, રોતી મંદિર ભણી પરવરી.
નયણે આંસુ મૂક્યાં રેડી, સખી ગયાં ઘર માંહે તેડી. ૭
મળ્યાં સુભદ્રા ને પંચાલી, પગે લાગી મત્સ્યની બાલી.
જ્યારે અભિમન્યુ રણમાં ચાલ્યો, રથપ્રહારે મહીધર હાલ્યો. ૮
ત્યારે પહેલી સેના આથડી, સામસામાં રહ્યાં દળ ચડી.
દુંદુભિનાદ બહુ ગડગડે, જેમ મેઘ આસડો ધડહડે. ૯
વલણ
ધડહડે સેના મેઘ પેરે, ઘોષ જઈ લાગ્યો ગગન રે,
કૌરવને કંપાવતો રણ આવિયો અભિમંન રે. ૧૦