મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /રણયજ્ઞ કડવું ૮: Difference between revisions
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|કડવું ૮| રમણ સોની}} <poem> દુહા રાક્ષસ-કટક સહુ સજ્જ થયું, વળ્યા ન...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|કડવું ૮| | {{Heading|કડવું ૮|પ્રેમાનંદ}} | ||
<poem> | <poem> | ||
દુહા | દુહા |
Latest revision as of 07:56, 14 August 2021
પ્રેમાનંદ
દુહા
રાક્ષસ-કટક સહુ સજ્જ થયું, વળ્યા નીશાણે ધાય,
તાંહાં આવી રાણી મંદોદરી: ‘કરું વીનતી, રાવણરાય! ૧
ઢાળ
‘આજનો દહાડો લાગે મુને ધૂંધળો,
દીસે ઝાંખો દીનકર દેવ;
ત્રિભુવનનાથને, હો સ્વામી! ના દૂભિયે
જેની બ્રહ્મા-શંકર કરે સેવ. -રે હો રાણાજી! ૨
દિશા ચારે હો દીસે ધૂંધળી,
કાંઈ શુકન માઠેરા થાય;
ફાલુ બોલે રે હો બિહામણી,
રુએ વાયસ, શ્વાન ને ગાય. -રે હો રાણાજી! ૩
ગઈ રાતે હો સ્વપન મુને આવિયું,
દીઠું દારુણ: કહ્યું ક્યમ જાય?
સમુદ્ર સુકાયો, રુધિરે સરિતા ભરી,
લંકામાં લાગી દીઠી લ્હાય. -રે હો રાણાજી! ૪
એક લાખ રાણી રુએ, રાણા! તમ તણી,
બીજો બહુ-બેટીનો સાથ;
કેશવહોણાં રે હો દીઠાં મસ્તક બાંડલાં,
દીઠા ચૂડલાવહોણા હાથ. -રે હો રાણાજી!v ૫
રાણા! તમે હો કાળાં પટકુળ પહેરિયાં,
કંઠે કરેણ કેરો હાર;
દક્ષિણ દિશાએ, હો સ્વામી! તમે સંચર્યા
ઊંટ ઉપર થઈ અસવાર. -રે હો રાણાજી! ૬
રામજી પધારે હો નવ ગ્રહ પાધરા,
રામજી વાંકે વાંકો સંસાર;
પધારો વિભીષણ હો વાંકો થયો,
આજ વંઠી તમારી સહુ વહાર. -રે હો રાણાજી! ૭