મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /માસ ૨: Difference between revisions
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|માસ ૨ - વૈશાખ|ઉદયરત્ન}} <poem> દુહા વૈશાખે વનરાજિ રે તાજી વિકસી...") |
(No difference)
|
Latest revision as of 10:25, 14 August 2021
ઉદયરત્ન
દુહા
વૈશાખે વનરાજિ રે તાજી વિકસી વન;
દેખીને દિલ ઉલસિ મીલવા સાંમલવન. ૧
મોર્યા દ્રાખના માંડવા, ટોડે નાગરવેલ;
ગુલ્લ પ્રફુલ્લિત મલ્લિકા, ફૂલી રહી ચંપેલ. ૨
મોગરો મરુઓ મનોહર, જાઈ જૂઈ જાસુલ,
કેતકી કરણી કેવડી, મચકુંદનો નહિ મૂલ. ૩
ઝગઝગ અંબ લુંબી રહ્યા, કેસુ ફૂલ્યાં વંન;
ફૂલ્યા ગુલાબ તે દેખીને જાગે જોરમદંન. ૪
વેલિ વાલો નારંગી રે, બહુરંગી વસંત;
વેરણ કોઈલવયણે રે નયણે નીર ઝરંત. ૫
પરિમલ પુહવી ન માઈ રે, ભમર કરિ ગુંજાર;
કહોને સખી! કિમ વિસરિ આ સમ નેમકુમાર? ૬
સરોવર સુંદર દીસિ રે, ફૂલ્યા કમલના છોડ;
કંત વિના કુંણ પૂરે રે મુઝ મન કેરા કોડ? ૭
સાહેલડી રંગરાતી રે માતી રમિ પીઉસંગ;
અનંગના રંગતરંગની વિરહે દાઝે મુઝ અંગ. ૮
ફાગ
રતિપતિ આપલીલા પ્રકાસી, વિરહણી વિરહને પુર વાસી;
મદછલી માનિની અંગ મોડે, ત્રટત્રટ કંચુકીબંધ ત્રોડે. ૯