મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /ધીરો પદ ૪: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|પદ ૪|પ્રીતમ}} <poem> તરણા ઓથે ડુંગર રે તરણા ઓથે ડુંગર રે, ડુંગર ક...")
(No difference)

Revision as of 07:50, 18 August 2021

પદ ૪

પ્રીતમ

તરણા ઓથે ડુંગર રે

તરણા ઓથે ડુંગર રે, ડુંગર કોઈ દેખે નહિ;
અજાજૂથ માંહે રે, સમરથ ગાજે સહી.

સિંહ અજામાં કરે ગર્જના, કસ્તૂરી મૃગરાજન,
તલને ઓથે જેમ તેલ રહ્યું છે, કાષ્ટમાં હુતાશન;
દધિ ઓથે ઘૃત જ રે, વસ્તુ એમ છૂપી રહી.

કોને કહું ને કોણ સાંભળશે? અગમ ખેલ અપાર,
અગમ કેરી ગમ નહીં રે, વાણી ન પહોંચે વિસ્તાર;
એક દેશ એવો રે, બુદ્ધિ થાકી રહે તહીં.

મનપવનની ગતિ ન પહોંચે, છે અવિનાશી અખંડ,
રહ્યો સચરાચર ભર્યો બ્રહ્મપૂરણ, જેણે રચ્યાં બ્રહ્માંડ;
ઠામ નહિ કો ઠાલો રે, એક અણુ માત્ર કહી.

સદ્ગુરુજીએ કૃપા કરી ત્યારે, આપ થયા રે પ્રકાશ;
શાં શાં દોડી સાધન સાધે? પોતે પોતાની પાસ;
દાસ ધીરો કહે છે રે, જ્યાં જોઉં ત્યાં તુંહી તુંહી.