મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /હિતશિક્ષા છત્રીસી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 4: Line 4:
સાંભળજો સજ્જન નરનારી, હિતશિખામણ સારી જી રે;

રીસ કરે દેતાં શિખામણ, ભાગ્યદશા પરવારી, સુણજો સાજનો રે.

લોક વિરુદ્ધ નિવાર, સુણજો જગત પડ્યો વ્યવહાર. ::::::::સુણજો૦

મૂરખ બાળક જાચક વ્યસની, કારુ ને વળી નારુ જી રે,

જો સંસારે સદા સુખ વાંછો, ચોરની સંગત વારુ.

::::::::સુણજો૦
::::::::સુણજો૦
વેશ્યા સાથે વણજ ન કરિયે, નીચશું નેહ ન કરિયે જી રે;

ખાંપણ ઓ ઘર-ધન જાવે, જીવિતને પરહરિયે. ::::::::સુણજો૦

કામ વિના પરઘર નવ જઈએ, આળે ગાળ ન દીજે જી રે;

બળિયા સાથે બાથ ન ભરિયે, કુટુંબક્લેશ નવ કીજે.

દુશ્મનશું પરનારી સાથે, તજિયે વાત એકાંતે જી રે;

માત-બેનશું મારગ જાતાં, વાત ન કરિયે રાતે. ::::::::સુણજો૦

રાજા રમણી ઘરનો સોની, વિશ્વાસે નવ રહિયે જી રે,

માતપિતા ગુરુ વિણ બીજાને ગુંજની વાત ન કહિયે. ::::::::સુણજો૦

અજાણ્યાશું ગામ ન જઈએ, ઝાડ તળે નવ વસિયેજી રે,

Line 29: Line 29:

હુંકારા વિણ વાત ન કરિયે, ઇચ્છા વિન નવ જમિયેજી રે,

ધન-વિદ્યાનો મદ નવ ધરિયે, નમતા સાથે નમિયે.
ધન-વિદ્યાનો મદ નવ ધરિયે, નમતા સાથે નમિયે.
::::::::સુણજો૦
::::::::સુણજો૦

ગુરુ જોગી રાજા પંડિતને, હાંસી કરી નવ હસિયેજી રે,

હાથી વાઘ સરપ નર વઢતા, દેખીને દૂર ખસિયે.
હાથી વાઘ સરપ નર વઢતા, દેખીને દૂર ખસિયે.
::::::::સુણજો૦
::::::::સુણજો૦

કૂવાકાંઠે હાંસી ન કરિયે, કેફ કરી નવ ભમિયેજી રે,

વરો ન કરિયે ઘર વેચીને, જાુગટડે નવ રમિયે.

Line 45: Line 45:

નામું માંડો આળસ છાંડો, દેવાદાર ન થઈએ જી રે,

કષ્ઠભયાદિક સ્થાનક વરજી, દેશાવર થઈ રહિયે.
કષ્ઠભયાદિક સ્થાનક વરજી, દેશાવર થઈ રહિયે.
::::::::સુણજો૦
::::::::સુણજો૦

Line 54: Line 54:

નાવણ દાતણ સુંદર ન કરે, બેઠો તરણાં તોડે જી રે,

ભોંઈચિત્રામણ નગ્ન સૂએ તો, તેને લક્ષ્મી છોડે.
ભોંઈચિત્રામણ નગ્ન સૂએ તો, તેને લક્ષ્મી છોડે.
::::::::સુણજો૦
::::::::સુણજો૦

માતાચરણે શીશ નમાવી, બાપને કરો સલામો જી રે,

દેવ-ગુરુનાં દરશન કરીને, કરો સંસારનાં કામો.

બે હાથે માથું નવ ખણિયે, કાન નહિ ખોતરિયે જી રે,

ઊંભા કેડે હાથ ન દેઈયે, સામે પૂર ન તરિયે.

તેલ તમાકુ દૂરે તજીયે, અણગળ જળ નવ પીજેજી રે;

કુળવંતી સતીને શિખામણ, આના ભેગી દીજે.  
કુળવંતી સતીને શિખામણ, આના ભેગી દીજે.
::::::::સુણજો૦
::::::::સુણજો૦
</poem>
</poem>

Revision as of 08:40, 18 August 2021

હિતશિક્ષા છત્રીસી

વીરવિજય

સાંભળજો સજ્જન નરનારી, હિતશિખામણ સારી જી રે;
રીસ કરે દેતાં શિખામણ, ભાગ્યદશા પરવારી, સુણજો સાજનો રે.
લોક વિરુદ્ધ નિવાર, સુણજો જગત પડ્યો વ્યવહાર. ::::::::સુણજો૦

મૂરખ બાળક જાચક વ્યસની, કારુ ને વળી નારુ જી રે,
જો સંસારે સદા સુખ વાંછો, ચોરની સંગત વારુ.
સુણજો૦
વેશ્યા સાથે વણજ ન કરિયે, નીચશું નેહ ન કરિયે જી રે;
ખાંપણ ઓ ઘર-ધન જાવે, જીવિતને પરહરિયે. ::::::::સુણજો૦

કામ વિના પરઘર નવ જઈએ, આળે ગાળ ન દીજે જી રે;
બળિયા સાથે બાથ ન ભરિયે, કુટુંબક્લેશ નવ કીજે.
સુણજો૦

દુશ્મનશું પરનારી સાથે, તજિયે વાત એકાંતે જી રે;
માત-બેનશું મારગ જાતાં, વાત ન કરિયે રાતે. ::::::::સુણજો૦

રાજા રમણી ઘરનો સોની, વિશ્વાસે નવ રહિયે જી રે,
માતપિતા ગુરુ વિણ બીજાને ગુંજની વાત ન કહિયે. ::::::::સુણજો૦

અજાણ્યાશું ગામ ન જઈએ, ઝાડ તળે નવ વસિયેજી રે,
હાથી ઘોડા ગાડી જાતાં, દુર્જનથી દૂર ખસિયે. ::::::::સુણજો૦

રમત રમતાં રીસ ન કરિયે, ભયમારગ નવ જઈએ જી રે,
બે જણ વાત કરે જ્યાં છાની, ત્યાં ઊભા નવ રહિયે. ::::::::સુણજો૦

હુંકારા વિણ વાત ન કરિયે, ઇચ્છા વિન નવ જમિયેજી રે,
ધન-વિદ્યાનો મદ નવ ધરિયે, નમતા સાથે નમિયે.
સુણજો૦

ગુરુ જોગી રાજા પંડિતને, હાંસી કરી નવ હસિયેજી રે,
હાથી વાઘ સરપ નર વઢતા, દેખીને દૂર ખસિયે.
સુણજો૦

કૂવાકાંઠે હાંસી ન કરિયે, કેફ કરી નવ ભમિયેજી રે,
વરો ન કરિયે ઘર વેચીને, જાુગટડે નવ રમિયે.
સુણજો૦

ભણતાં ગણતાં આળસ તજિયે, લખતાં વાર ન કરિયે જી રે,
પરહસ્તે પરદેશ દુકાને, આપણું નામ ન ધરિયે.
સુણજો૦

નામું માંડો આળસ છાંડો, દેવાદાર ન થઈએ જી રે,
કષ્ઠભયાદિક સ્થાનક વરજી, દેશાવર થઈ રહિયે.
સુણજો૦

ધનવંતો ને વેષ મલિનતા, પગશું પગ ઘસી ધોવે જી રે;
નાપિકઘર જઈ શિર મુંડાવે, પાણીમાં મુખ જોવે;