મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /નિષ્કુળાનંદ પદ ૩: Difference between revisions
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પદ ૩|નિષ્કુળાનંદ}} <poem> જીની જીવો રે ગોપીચંદની, પુત્રને પ્રે...") |
(No difference)
|
Revision as of 11:13, 18 August 2021
નિષ્કુળાનંદ
જીની જીવો રે ગોપીચંદની, પુત્રને પ્રેર્યો વૈરાગ્યજી
ઉપદેશ આપ્યો એણી પેરે, લાગ્યો સંસારીડો આગજી. જનની.
ધન્ય ધન્ય માતા રે ધ્રુવતણી, કહ્યાં કઠણ વચનજી;
રાજસાજ સુખ પરહરી, વેગે ચાલિયા વંનજી. જનની.
ઊઠી ન શકે રે ઊંટિયો, બહુ બોલાવ્યો બાજંદજી;
તેને રે દેખી ત્રાસ ઊપજ્યો, લીધી ફકીરી છોડ્યો ફંદજી. જનની.
ભલો રે ત્યાગ ભરથરી તણો, તજી સોળસેં નારજી;
મંદિર ઝરૂખા મેલી કરી, આસન કીધલાં બહારજી. જનની.
એ વૈરાગ્યવંતને જાઉં વારણે, બીજા ગયા રે અનેકજી;
ભલા રે ભૂંડા અવની ઉપરે, ગણતાં નાવે છેકજી. જનની.
ક્યાં ગયું કુળ રાવણ તણું, સગરસુત સાઠ હજારજી?
ન રહ્યું તે નાણું રાજા નંદનું, સર્વ સુપંન વેવારજી. જનની.
છત્રપતિ ચાલી ગયા, રાજ મૂકી રાજનજી;
દેવ દાનવ મુનિ માનવી, સર્વે જાણે સુપંનજી. જનની.
સમજી મૂકો તો સાું ઘણું, જરૂર મુકાવશે જમજી;
નિષ્કુળાનંદ કહે, નહિ મટે, સાચું કહું ખાઈ સમ જી. જનની.