મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/૧૦૧.ડુંગરપુરી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૧૦૧.ડુંગરપુરી|}} <poem> ડુંગરપુરી(૧૯મી પૂર્વાર્ધ) આ સાધુ કવિએ આ...")
 
(No difference)

Latest revision as of 11:21, 19 August 2021


૧૦૧.ડુંગરપુરી

ડુંગરપુરી(૧૯મી પૂર્વાર્ધ)
આ સાધુ કવિએ આધ્યાત્મિક અનુભવોને રૂપકાત્મક યૌગિક પરિભાષામાં આલેખ્યા છે.

૧ પદ

દલ-દરિયામેં ડૂબકી
દલ-દરિયા મેં ડૂબકી દેતા,
મોતી રે લેણા ગોતી એ જી,
ખારા સમદર મેં છીપ બસતા હે,
ભાત ભાતરાં ગોતી એ જી,

એ મોતી કોઈ મરજીવા માણે
નહીં પુસ્તક નહીં પોથી રે.          –દલ

મુખા કમળ પર મરઘા કમળ હે,
તા પર ગંગા હોતી એ જી,
તન કર સાબુ, મન કર પાણી,
ધોઈ લેણા હરદારી ધોતી રે          .–દલ

રણુંકાર મેં ઝણુંકાર હે,
ઝણુંકાર મેં જ્યોતિ એ જી,
એ જ્યોતિ અભેપદ હોતી,
વહાં હે એક મોતી રે.          –દલ

નવ દુવારા, દસમી ખડકી,
ખડકી મેં એક ખડકી એ જી,
એ ખડકી કોઈ સતગુરુ ખોલે
કૂંચી ઉનરા ઘરકી રે.          –દલ

ડાબી ઈગલા, જમણી પીંગલા.
નુરત સુરત કર જોતી.
દેવ ડુંગરપુરી બોલિયા,
હું હરખે હાર પરોતી–
દલ-દરિયામેં ડૂબકી દેણ,
મોતી રે લેણા ગોતી.          –દલ