એકાંકી નાટકો/ડૂસકું: Difference between revisions
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 4: | Line 4: | ||
દૃશ્ય પહેલું | દૃશ્ય પહેલું | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
Line 115: | Line 116: | ||
ગંધરાજ : ઠીક આપ્યું! જા. | ગંધરાજ : ઠીક આપ્યું! જા. | ||
(બંને જાય છે. દેવો આવીને ટેબલ સાફ કરવા લાગે છે.) | (બંને જાય છે. દેવો આવીને ટેબલ સાફ કરવા લાગે છે.) | ||
દૃશ્ય બીજું | દૃશ્ય બીજું | ||
(પુકુરકાંઠે બીજા દિવસની સંધ્યા, સ્વચ્છ સ્ફટિકશા પાણીમાં સંધ્યાનો સાળુ પલળે છે. કાંઠે કાંઠે રાતી રેતીના ઢગલા છે, અને ઢગલાઓ વચ્ચે કદંબના ઝાડ ઊભાં છે. કદંબકેસરથી વાતાવરણ પ્રફુલ્લિત થઈ ગયું છે. ગંધરાજ અને મધુરી ઢગલાઓ ઉપર ફરે છે.) | (પુકુરકાંઠે બીજા દિવસની સંધ્યા, સ્વચ્છ સ્ફટિકશા પાણીમાં સંધ્યાનો સાળુ પલળે છે. કાંઠે કાંઠે રાતી રેતીના ઢગલા છે, અને ઢગલાઓ વચ્ચે કદંબના ઝાડ ઊભાં છે. કદંબકેસરથી વાતાવરણ પ્રફુલ્લિત થઈ ગયું છે. ગંધરાજ અને મધુરી ઢગલાઓ ઉપર ફરે છે.) |
Revision as of 13:01, 20 August 2021
દૃશ્ય પહેલું
(સ્ટેશનથી બહુ જ નજીક એક બંગલો છે. આસપાસ સુંદર, મોટો બાગ છે. પ્રવેશદ્વારથી બંગલા સુધી રસ્તાની બંને બાજુએ આમલીઓના વીથિકા છે. બરોબર મધ્યમાંથી કાટખૂણે બીજા બે રસ્તા ફંટાય છે. જમણી રસ્તો પુકુર તરફ લઈ જાય છે, અને ડાબો નાગરવેલના મંડપો તરફ. દીવાનખાનું સૂનું છે. રંગીન કાચની બારીઓમાંથી પ્રભાતનાં પહેલાં કિરણો આવે છે, અને મખમલના ગાલીચા ઉપર ભાત પાડે છે. આખો ઓરડો સુંદર બેઠકો અને ઉચ્ચ અભિરુચિ વ્યક્ત કરતાં ચિત્રોથી શણગારવામાં આવ્યો છે. વચ્ચે એક ગોળ ટેબલ છે, અને એની ઉપર જયપુરી મીનાકારીનું પીરોજી ફૂલદાન છે. પૂર્વ તરફની બારીઓમાંથી પુકુર જોઈ શકાય છે. બાગની વાડની પાછળ મોટું મેદાન છે અને એની પાછળ ટેકરીઓની હારમાળા છે. પુકુરમાં પોયણાં ખીલ્યો છે. પશ્ચિમ તરફની ભીંતમાં અંદરના ઓરડામાં જવાનું બારણું છે. ઉત્તર તરફ લાંબા ઝરૂખામાં જવા માટે ત્રણ બારીઓ છે. દેવો આવીને ફૂલદાનમાં ગુલાબનો ગોટો ગોઠવી જાય છે. સ્ટેશન તરફથી ટ્રેઈન આવી ગયાની સીટી સંભળાય છે. અમિતા હાંફળીહાંફળી અંદર દોડી આવે છે. અમિતાની ઉંમર લગભગ વીસ હશે. વર્ણ ગૌર અને દેહલતા પાતળી છે. આંખો મોટી અને કોડભરી છે. એને લીલી સાડી પહેરી છે. કમળદળમાં પદ્મ ખીલ્યું હોય એવું એનું રાતું મોઢું ઉત્તેજિત જણાય છે, અને મોટા અંબોડા આસપાસ ગૂંથેલી બકુલવેણી દેખાય છે.) અમિતા : દેવા! દેવા! દેવો : (દેવી આવીને ઊભો રહે છે.) આ આવ્યો. બહેન! અમિતા : સીટી સાંભળી ને? ગાડી આવી ગઈ લાગે છે. પત્ર લખતાં સમયનું ભાન સરી ગયું. તું જલદી જા, અને બહેનનો સામાન સંભાળી લે. એમને મોટરમાં બંગલા તરફ રવાના કરી દેજે. જા, જલદી કર. ચાર હિને બહેન આવે છે, અને મને એમને લેવા જવાની સરત પણ ન રહી. બહેનને કેવું લાગશે? અને ગંધરાજ પણ શું ધારશે? જા જલદી કર. (દેવો જાય છે.) ત્રણ દિવસ પછી ગંધરાજનો જન્મદિવસ છે. વૅકેશનનો લાભ લઈ બહેન એને અહીં લેતાં આવવાનાં છે. મેં તો એમને જોયાય નથી. કોણ જાણે કેવા હશે? (અટારીમાં જાય છે. અને થાંભલી ઉપર હાથ મૂકી રસ્તા ઉપર નજર નાખતી રહે છે.) ગુજરાતના એ આશાપ્રદ કવિ છે. મને તો એમની કવિતા બહુ ગમે છે. બીજા કવિઓની માફક તેઓ પ્રેમનાં રોદણાં નથી રોતા, એ એમની ખાસિયત છે. (થોડી વાર વિચારમાં અટવાય છે. દક્ષિણ સમીર આવીને એની લટ ઉડાડે છે. એક હાથે અને ફરી ગોઠવી :) પણ પોતાની કવિતાઓ જેટલા કવિઓ સુંદર નથી હોતા. રમાકાન્તને જોયા પછી મને એમની કવિતાઓ વાંચવાનો રસ જ ન રહ્યો. આમને પણ જોઈને કદાચ એવું ન થાય? (એના ગાલ ઉપર તડકો પડવા લાગે છે. એટલે એક થાંભલેથી ખસી બીજા થાંભલા પાસે જાય છે.) પણ ગંધરાજ એવા નહિ હોય! નામ જ વળી કેવું સૌરભવાન છે! અને વળી બહેનના મિત્ર! રાતના એક વાગ્યા સુધી ઉજાગરા કરી બહેન એમને પત્રો લખે! એમની ડાયરીઓ ઉતારે! એમનાં કાવ્યોનો સંગ્રહ શણગારે! એ બેનો પ્રેમ અજબ છે! (દીવાનખાનામાં જઈ બૂમ પાડે છે.) ગૌરીશંકર! (ગૌરીશંકર આવે છે. એણે સફેદ ખમીસ અને ધોતિયું પહેર્યાં છે. રસોડાના ધુમાડાનાં આછાં ચિહ્નો છે.) ગૌરીશંકર : કેમ બહેન! અમિતા : જુઓ! બહેન અને મહેમાન હમણાં આવી પહોંચશે. રસ્તામાં સારું ખાવાનું નહિ મળ્યું હોય એટલે ભૂખ્યાં થયાં હશે. એમને માટે ચા અને નાસ્તો તૈયાર રાખો. ગૌરીશંકર : નાસ્તો તો તૈયાર છે, બહેન. અને ચા હમણાં મૂકી દઉં છું. (જવા જાય છે.) અમિતા : ઊભા રહો તો! કાકા ફરીને હમણા જ આવી પહોંચશે. તેઓ આવે કે તરત જ એમને અહીં મોકલી આપજો. અને બા જો સેવામાંથી ઊઠ્યાં હોય તો એમને પણ બહેનને મળવા મોકલજો. ગૌરીશંકર : ઠીક. (જાય છે.) અમિતા : મેં ગૂંથેલી માળા તો જોઉં ! ગુજરાતના કવિને પહેરાવવાની છે. પણ જો સુંદર હશે તો! નહિ તો બહાનું કાઢીને બહાર ફેંકી દેવાની. (ટેબલ પાસે જાય છે અને પપૈયાના પાનનું પડીકું ઉખેળવા લાગે છે.) પણ આ ઊગતા કવિઓ છબીઓ કેમ નહીં છપાવતા હોય? અને પીઢ કવિઓના ફોટાઓનો તો પાર નથી. જેને કોઈ જોવાનું નથી તેઓ દેખાવા ડોકિયાં કરે છે. જેને જોવા તલસીએ છીએ તેઓ મોઢું છુપાવે છે! (માળાને છોડીને હાથમાં ટાંગે છે. ભીની આંખે એના તરફ જોઈ રહે છે.) કોના કંઠ માટે આ તૈયાર થઈ હશે? કોઈ કવિના સ્તો! મેં ત્રણ કવિને નોતર્યા. એકેય કવિતાનો લખનાર ન લાગ્યો. આજે ચોથાને બહેન લાવે છે. પણ એ મનમાનતો હોય તોય મારે શા કામનો? એ તો બહેનનો! અને ત્યારે શું જે દશા ત્રણ માળાની થઈ તે આ ચોથીની પણ થવાની? (દરવાજા પાસે મોટરનું ભૂંગળું વાગે છે. અમિતા ચમકે છે. સાડી સંકોરી તૈયાર થાય છે.) પણ આ બધો શો સન્નિપાત થયો છે! જે સ્વપ્ને પણ નહોતું ધાર્યું તે આજે અંતરમાં ઊભરાય છે. ગંધરાજની બહેન સાથે વાતો કરીકરી અને ગંધરાજની કવિતાઓને બહેન સાથે વાંચીવાંચી બહેનની જેમ હુંય તે એમને ચાહવા તો નહિ લાગી હોઉં ને? પણ મારે એ અહીં જ અટકાવવું જોઈએ. ...પણ તે દિવસે બહેનની સાથે મેં પણ એમને કાગળ લખ્યો. અને તરત જ એનો જવાબ ફરી વળ્યો. મેં એ કેટલી વાર વાંચ્યો? રાત્રે જ્યારે બહેન પોતાનો દીવો સંકોરી સૂઈ જતી ત્યારે હું મારો દીવો પેટાવી એને વાંચતી. શબ્દેશબ્દ મને યાદ છે. ભૂલકણું કોઈ સાંભળવા તૈયાર હોય તો હમણાં જ હું એ કડકડાટ બોલી જાઉં; પણ પછી યાદ ન રાખે તો! એ શબ્દો તો મારા! મારા એકલીના જ. (માળાને છાતી સાથે દાબે છે.) પણ હું આ શું કરી રહી છું? મેં કાં તો દુખી થવાનો અને નહિ તો બહેનને દુખી કરવાનો માર્ગ લીધો છે. એનો અહીં જ અંત લાવું, આ માગાને જ તોડી નાખું! (પગથિયાં ઉપર ધબાધબ પગના અવાજ થાય છે. થોડી વારે, મધુરી મેનકા, ગંધરાજ અને અનુપનો કિલ્લોલ સંભળાય છે. અમિતાના માળા તોડવા મળતા હાથ સ્તબ્ધ થઈ જાય છે અને માળા અખંડ રહી જાય છે. એની છાતી ધડકવા લાગે છે. બારણામાંથી મધુરી દોડતી આવે છે, અને અમિતાને ભેટી પડે છે. પાછળ પાછળ ગંધરાજ, અનુપ અને મેનકા આવી લાગે છે. મેનકા ગંધરાજના હાથમાંથી ‘બૅગ’ ઉપાડી લઈ ટેબલ પર મૂકે છે. મધુરી એકીસ વર્ષની છે. બધી રીતે અમિતાની મોટી બહેન છે. માત્ર અમિતાની આંખોમાં વિશેષ અમી છે. ગંધરાજ ફૂટડો જુવાન છે, માથું ઉઘાડું છે, અને વાળનાં નાનાં જુલફાં છે. ઘઉંવર્ણા શરીર ઉપર પીળી રેશમી શાલ શોભી ઊઠે છે. મોઢા ઉપર વ્યક્તિત્વ છે અને કપાળમાં પ્રભાવ છે. હોઠનો કાપ બહુ જ આકર્ષક છે. અનુપ પણ સુંદર જુવાન છે પાસેના બંગલામાં રહેતા લક્ષ્મીનારાયણ શેઠનો એ એકનો એક દીકરો છે. ગંધરાજ અને અનુપ એક વખત કોલેજમાં સાથે ભણતા. પછી અનુપ ઊઠી ગયો અને અહીં આવી વસ્યો. મેનકાની, મધુરી અને અમિતાની માતાની, કૈંક એવી ઇચ્છા ખરી કે મધુરી નહિ તો અમિતા તો એ લક્ષ્મીપુત્રની અર્ધાંગના થાય. મધુરી અમિતાને છોડી ગંધરાજ તરફ વળે છે.) મધુરી : ગંધરાજ, આ મારી નાની બહેન અમિતા! પેલો મસ્તીખોર કાગળ તમને જેણે લખ્યો હતો! તમારી કવિતાઓ પાછળ ગાંડી છે. અને અમિતા, આ તારા કવિ! (અમિતા ગંધરાજ તરફ જોઈ જ રહી છે.) અમિતા : (આછું હસી) મારા નહિ, તમારા! મધુરી : ચાલ આપણા બંનેના. પણ બોલ, તારે એમનું કરવું છે શું? કેટલાય દિવસથી માથું પકવતી હતી કે ‘કવિને લાવો! કવિને લાવો!’ આ કવિ આવ્યા. એમને શો હુકમ છે? કવિ જગન્નાથે એક શાહજાદીને જોઈને ‘ગંગાલહરી’ લખી નાખી તેમ તને તેઓ જોયા જ કરે અને અમિતાલહરી લખ્યા જ કરે? બોલ ગમશે? ગંધરાજ : જગન્નાથ તો નવરો હતો. મારે હજી ઘણું કામ કરવાનું બાકી છે. અમિતા : અને હુંય ક્યાં નવરી છું કે તમારી સામે આવીને બેસું? પણ કોણ નવરું છે એ પછી નક્કી કરશું. તમે ભૂખ્યા હશો, ચાલો બેસો. (સૌ ગોળ ટેબલની આસપાસ ગોઠવાય છે. ગૌરીશંકર ચા વગેરે મૂકી જાય છે. સૌ ખાવું પીવું શરૂ કરે છે.) મધુરી : (ટેબલ ઉપર પડેલો હાર ઉપાડી) અમિતા, હાર તેં બનાવ્યો? કેવો સરસ છે! પણ, કહે તો ખરી, કોને માટે બનાવ્યો છે? ઘણા દિવસે હું આવી એટલે મને પહેરાવવા? ગંધરાજ : તમને તે શું પહેરાવે? એ હાર તો મારા માટે છે. ગુજરાતના કવિને માટે છે. (અમિતા ગંધરાજ તરફ એક વિદ્યુત્દૃષ્ટિ ફેંકી લે છે. ગાલ પરના શેરડાને છુપાવવા તરત જ ચા પીવા લાગે છે.) અનુપ : તને પણ શું પહેરાવે, ગંધરાજ? એ માળા તો મારે માટે છે. કવિ હોવું એ કાંઈ દુનિયામાં એક જ દુર્ગુણ નથી. મેનકા : હા, એ હાર તો અનુપચન્દ્ર માટે જ બનાવ્યો હશે. અમિતા : ના, બા; એ હાર મેં કોઈ માટે બનાવ્યો નથી. એ હાર તો તારી પૂજા માટે મેં બનાવ્યો હતો. પણ મોડું થયું એટલે મોકલાવી ન શકી. અનુપ : શું ફળદ્રૂપ ભેજું? મધુરી : તમને ખબર છે, ગંધરાજ! તમે તો માત્ર કવિ છો. પણ અમારી અમિતા તો શીઘ્રસર્જક છે. મેનકા : અરે તમે લોકોએ આ શું આદર્યું છે! આવ્યા કે અમિતાને પજવવી શરૂ કરી દીધી. હું તારી પડખે છું, હો બેટા! કોઈ ન માને તોય હું તો માનવાની છું કે એ માળા તેં મારી પૂજાને માટે બનાવી છે. અમિતા : બહેન આવ્યાં, એટલે બા એમનાં જ પણ મારી દયા ન ખાશો, હો! મેનકા : દયા ન ખાઉં તો શું કરું? આ લોકો તો તને આખી ને આખી ખાઈ જાય એવા છે. અનુપ : મારો ભાગ ગંધરાજને! હું પક્કો નર મિષાહારી છું. (શ્યામસુંદરદાસ આવે છે. તેઓ એક આધેડ વયના વેપારી છે. એમણે લાંબો કોટ પહેર્યો છે અને માથા ઉપર સુરતી પાઘડી મૂકી છે. લાંબા નાક નીચે મૂછોનો ભરાવ પેદા કરે છે.) શ્યામસુંદરદાસ : આવી ગયા બેટા! (મધુરીને છાતીએ ચાંપે છે. ગંધરાજ વગેરે ઊભાં થઈ ગયાં છે.) કેમ સુખી છો, ના? આવો ગંધરાજ! બહુ ઝાઝે વખતે દર્શન દીધાં! ત્રણ વરસ પહેલાં હું મુંબઈ આવ્યો ત્યારે તમને જોયા હતા. ખૂબ આનંદ થયો. ગંધરાજ : મને પણ. (સૌ બેસે છે. અમિતા એક પ્યાલામાં કાકા માટે ચા તૈયાર કરે છે. શ્યામસુંદરદાસ વારા ફરતી સૌ તરફ નજર નાખે છે અને માપી લેવા મથે છે.) શ્યામસુંદરદાસ : (વાત કરવી જોઈએ માટે) કંઈક હમણાં નવું શરૂ કર્યું છે, ગંધરાજ? તમારા ‘સાગરને કાંઠે’ના ખબર તો મધુરીએ આપ્યા હતા. મધુરી : (ગંધરાજ બોલી શકે એ પહેલાં જ) અરે એ પછી તો ઘણું લખાઈ ગયું, કાકા. બધું સાથે ઉપાડતી આવી છું. શ્યામસુંદરદાસ : તો તો આ દિવસો બહુ મઝામાં જશે. (ચાનો પ્યાલો ઉઠાવી પીવા માંડે છે.) વચમાં અમારી અમિતા તો તમારી કવિતા કોઈ પત્રમાં આવતાં ગાંડી ગાંડી થઈ જાય છે. ગંધરાજ : એ તો ડુંગરા દૂરથી રળિયામણા, જોયે મોહ ઊતરી ગયો હશે. અમિતા : એવું જ થયું છે તો! (સૌ હસી પડે છે. આમતા લાગ જોઈ ગંધરાજના મોંના ભાવો જોઈ લે છે.) અનુપ : ચાલો, હું તો હવે ઊપડું છું. (હાથઘડીમાં જોતાં) ઓફિસનો સમય થઈ ગયો. (ઊઠતાં) ગંધરાજ, આજ બપોરે મારે બંગલે આવવાનું. મધુરી : અમે સૌ આવવાનાં. અમિતા : આપણે નહિ આવવાનાં. અનુપ : હું એ જ ઇચ્છું છું. (સૌ હસે છે. અનુપ ચાલવા લાગે છે. બારણા પાસે જઈ) પણ અમિતા, આજે તો તમારે વહેલું આવવું પડશે, બધી તૈયારી જોવા. મારે ત્યાં કોઈ જોનાર નથી. અમિતા : વારુ પધારજો. (અનુપ જાય છે.) શ્યામસુંદરદાસ : ચાલો, મેનકા, આપણે પણ જઈએ. છોકરાં બે ઘડી ભલે તોફાન કરે. મેનકા : હા, ચાલો. (બંને જાય છે. થોડી વારે વળી કંઈક સાંભર્યું હોય તેમ પાછા ફરી.) બેટા મધુરી! સહેજ આમ આવ તો! મધુરી : આવ્યા એટલે ચાલ્યું, ‘સહેજ આમ આવ તો!ટ બે ઘડી બેસવા પણ નહિ દે! (હસતી હસતી જાય છે.) (ગંધરાજ અને અમિતા થોડી વાર સુધી મૂંગાં મૂંગાં બેસી રહે છે. ચોરીછૂપીથી એકબીજા સામે જુએ છે, આંખે આંખ મળે એટલે દાઝ્યા હોય એમ નીચે જોઈ જાય છે.) ગંધરાજ : અમિતા..... અમિતા : (વચમાં જ) મને આવું ના કહેશો! ગંધરાજ : ઠીક, ચાલો : અમિતા, મારે નહાવું છે. અમિતા : ચાલો જઈએ. ઊઠો. (બંને ઊભાં થાય છે, અને બારણા તરફ જાય છે. એકદમ અમિતા ગંધરાજનો હાથ ખેંચે છે.) ઊભા રહો તો, ગંધરાજ, સહેજ કામ કરી લઈએ, આવો, તો! (ગંધરાજને ટેબલ પાસે ખેંચી જાય છે.) અને કવિરાજ : હવે બે ક્ષણને માટે આંખો મીંચી લો તો! (ગંધરાજ આંખો મીંચી લે છે. અમિતા એકદમ ટેબલ ઉપરથી માળા ઉઠાવી ગંધરાજના ગળામાં પહેરાવી દે છે. પછી બે હાથ ઝાલી-ઝુલાવતી) અને હવે ગુજરાતના કવિ, આંખો ખોલો. (ગંધરાજ આંખો ખોલે છે.) પણ ગુજરાતમાં હુંયે આવી જાઉં ને? ગંધરાજ : (મીઠાશથી) હાસ્તો, ગાંડી છોકરી, પણ આ શી તરંગ? અમિતા : એ માળા તમારા માટે જ મેં બનાવી હતી. પણ સૌ વચ્ચે પહેરાવતાં... સંકોચ થયો. ગંધરાજ : તો સૌની ગેરહાજરીમાં કેમ ન થયો? પણ અમિ! તને બદલામાં શું આપું? બોલ, તને શું ગમે? મારી પાસે કશું નથી, કહે તો કવિતા કરી આપું. અમિતા : હમણાં તમારી પાસે કશું નથી ને? મારેય હમણાં કશું જોઈતું નથી. રાજા દશરથે જેમ રાણી કૈકયીને વચન આપ્યું હતું તમેય મને એક વરદાન આપી રાખો. વખત આવે માગી લઈશું. ગંધરાજ : પણ તું કૈકયી જેવું સત્યાનાશ તો..
અમિતા : જો! (ગંધરાજના ગાલ ઉપર એક ધીમી લપડાક મારે છે.) ગંધરાજ : ઠીક આપ્યું! જા. (બંને જાય છે. દેવો આવીને ટેબલ સાફ કરવા લાગે છે.)
દૃશ્ય બીજું
(પુકુરકાંઠે બીજા દિવસની સંધ્યા, સ્વચ્છ સ્ફટિકશા પાણીમાં સંધ્યાનો સાળુ પલળે છે. કાંઠે કાંઠે રાતી રેતીના ઢગલા છે, અને ઢગલાઓ વચ્ચે કદંબના ઝાડ ઊભાં છે. કદંબકેસરથી વાતાવરણ પ્રફુલ્લિત થઈ ગયું છે. ગંધરાજ અને મધુરી ઢગલાઓ ઉપર ફરે છે.)
ગંધરાજ : મધુરી, જાણે નંદનવનમાં વિહાર કરીએ છીએ. કદંબકેસર મહેકે છે, અને અંતરમાં ઉત્માદ પ્રેરે છે.
મધુરી : હાં, આગળ ચાલો
ગંધરાજ : અને આપણી છાયા તો જો! પાણીમાં જાણે બે ધોળા શેતર હંસ તરે છે.
મધુરી : પછી?
ગંધરાજ : અને જો તો, સંધ્યાનો સાળુ આપણને બેને વીંટી જાણે એક કરવા મથે છે.
મધુરી : હજી બાકી રહ્યું હશે!
ગંધરાજ : કોણ જાણે? પણ આપણાં મોઢાં તો જો! સંધ્યાએ એમાં શેરડા પૂર્યાં છે.
મધુરી : સંધ્યાએ કે....
ગંધરાજ : અને મધુરી, જો કદંબ ઉપર બેસી કોયલ બોલે સાંભળે છે તું ?
મધુરી : દેહકદંબ ઉપર બેસીને આત્મા પ્રેમની બાંગ પુકારે છે; સાંભળો છો, ગંધરાજ?
ગંધરાજ : હા, સાંભળું છું. પણ...
મધુરી : પણ કેમ? કેમ અટકી ગયા?
ગંધરાજ : મને એમ થયું કે આપણી પ્રેમની વ્યાખ્યા કદાચ જુદી હોય!
મધુરી : જુદી હોય તો એક કરીશું.
ગંધરાજ : એક કરીશું? સાચે જ.
મધુરી : (વિશ્વાસથી) હા.
ગંધરાજ : (મધુરી સામે ફરીને એની આંખમાં જોઈને) પણ જતું કોણ કરશે? હું કે તું?
મધુરી : મને તો એવો પ્રશ્ન જ ઊઠતો નથી. હુંસ્તો!
ગંધરાજ : મધુરી કદાચ તારે એક મોટા બલિદાન માટે તૈયાર થવું પડશે.
મધુરી : હું જાણું છે એ કવિ.
ગંધરાજ : તને બહુ આકરું લાગશે, નહિ?
મધુરી : માતાને બાળકનો જન્મ આપતાં આકરું લાગે છે તે કરતાં વિશેષ નહિ. અમને સ્ત્રીઓને તમારા ઘસારામાં જ અમારા જીવનની ધન્યતા લાગે છે.
ગંધરાજ : હું સ્વાર્થી છું, નહિ?
મધુરી : હું પરમાર્થી છું, નહિ?
ગંધરાજ : હા, છે.
મધુરી : હા, તમેય છો.
ગંધરાજ : તો મારે એવા રડતા હૃદયનું બલિદાન ન ખપે.
મધુરી : કવિ, હું સગાવતી નથી કે હસતે મોઢે પુત્રનું માથું ખાંડીને તને નૈવેદ્ય ધરું; છતાં હું મધુરી છું. હૃદય રડતું હશે તોય મોઢું હસતું રાખવાનું વચન આપું છું.
ગંધરાજ : પણ મને એ બિદાન લેવાનો અધિકર શો?
મધુરી : અધિકા? અધિકાર પ્રેમનો! હું તમને ચાહું છું એ જ મોટો અધિકાર નથી શું? અને મારે ક્યાં ગંધરાજ અને અમિતાને માટે બલિદાન આપવું છે? મને તો મારા કવિની અને કવિને અમી ઝરીને વિકસાવે એવી મારી બહેનની પડી છે.
ગંધરાજ : મધુરી....
(કદંબકુંજ પાછળથી અમિતા આવે છે. સફેદ મલમલની સાડી પહેરી છે, અને નીચે પીરોજી પોલકું છે. દેહમાં હરણીની ચંચળતા છે, અને આંખમાં સંધ્યાની શાતા છે.)
અમિતા : તોબા તમારાથી તો, ગંધરાજ! આખો દિવસ પારેવડી લઈને કૂજ્યાં કરો છો. સહેજ વખત મળ્યો કે બહેનને લઈને છટક્યા જ છો! અને બહેનને પણ અમારા કોઈનો ક્યાં વિચાર છે?
મધુરી : એવું બોલ નહિ, અમિતા, ગંધરાજ તો તારા જ છે. હમણાં તારે જ વિશે અમે વાતો કરતાં હતાં... તારી જ રાહ જોતાં હતાં.
ગંધરાજ : હા, અમિતા! અમે તમારી જ રાહ જોતા હતાં.
અમિતા : વળી પાછા ‘તમે’ કહ્યું?
ગંધરાજ : જીભને કુટેવ પડી ગઈ છે.
(ગંધરાજ આગળ વધે છે, અમિતાને હાથ આપી ઢગલા પર ચડાવે છે.
દૂરથી કંઈ અવાજ આવે છે.)
મધુરી : બા મને બોલાવતો લાગે છે. હું જાઉં,
(એકદમ દોડી જાય છે. અવાજ સ્પષ્ટ થાય છે. શ્યામસુંદરદાસ ‘દેવા! દેવા!’ એવી બૂમો પાડતા હોય છે.)
અમિતા : જોયું ખોટું બહાનું કાઢીને ભાગી ગયાં!
ગંધરાજ : પણ તેને એ ગમ્યું ને?
અમિતા : જો! પાછા?
ગંધરાજ : અને એ ભાગી પણ તારે માટે જ ગયાં છે.
અમિતા : મારી ઈર્ષ્યા આવે છે.
ગંધરાજ : ઈર્ષ્યા! વાહ રે અમિતા!
અમિતા : તો પછી શા માટે?
ગંધરાજ : તારા અને મારા સુખને માટે.
અમિતા : એવું સુખ મારે ન જોઈએ.
ગંધરાજ : હું પણ એ જ કહું છું. એવું સુખ આપણને જ જોઈએ.
અમિતા : એટલે?
ગંધરાજ : એટલે?
અમિતા : કવિઓ શું હંમેશાં ક્રૂર હોતા હશે?
ગંધરાજ : હંમેશાં નહિ; પણ કોમળ ન હોય ત્યારે ખરા!
અમિતા : મશ્કરી જવા દો. ચાલો, બે ઘડી બેસીએ.
ગંધરાજ : ચાલો.
(ગંધરાજ પોતાનો રૂમાલ પાથરી અમિતાને બેસાડે છે. અમિતા પોતાનો રૂમાલ પાથરી ગંધરાજને બેસાડે છે. થોડીવાર બંને મૂગાં રહે છે. અમિતા પાણીમાં એક કાંકરો નાખે છે.)
કેવાં કુંડાળાં થયાં?
અમિતા : ઉપમા આપો તો; કવિ છો તમે!
ગંધરાજ : ચંદ્ર એમ માને કે જે અમી એે વર્ષાવે છે એ પોતાનાં જ છે તો મૂર્ખામાં...
અમિતા : (એકદમ મોઢું દઈ) જો! પાછા કવિ બન્યા કે?
ગંધરાજ : ત્યારે બીજું શું બનું? કહે તો?
અમિતા : ગંધરાજ.
ગંધરાજ : મને ગમ્યું.
અમિતા : તો મનેય ગમ્યું.
ગંધરાજ : અત્યારે સંધ્યાસમય છે છતાં ઉષા કેમ ઊગી હશે?
અમિતા : કવિ ન થાવ; એક વખત કહ્યું નહિ?
(બંને મૂગાં રહે છે.)
આવતી કાલે તમારો જન્મદિવસ, નહિ?
ગંધરાજ : હા.
અમિતા : આજની રાત તમારે ઉપર જ રહેવાનું છે. મેં અને બહેને આખો નીચલો ખંડ શણગાર્યો છે. હજી થોડું બાકી છે તે રાત્રે કરી નાખશું.
ગંધરાજ : આટલો ઉત્સાહ કેમ?
અમિતા : તમે જાણો છો તો! છતાં સાંભળવું ગમતું હોય તો-તો કહું. બહેન એના કવિને ચાહે છે તેથી, અને હું મારા ગંધરાજને ચાહું છું. તેથી.
ગંધરાજ : મહાયુદ્ધ પછી વર્સેલમાં બેઠાબેઠા યુરોપીય પ્રજાઓએ આફ્રિકાને વહેંચી લીધો હતો!
અમિતા : મેં તમને કહ્યું ને કવિ થવું હોય તો બહેનને મોકલું. મારી પાસે ગંધરાજ થઈને રહેવું પડશે. કબૂલ?
ગંધરાજ : કબૂલ.
અમિતા : પણ આવતી કાલે તમારો જન્મદિવસ, કાં?
ગંધરાજ : હા, ફરી કાં?
અમિતા : અને પેલું વચન આજે માગી લઉં કે કાલે?
ગંધરાજ : રામનો રાજ્યાભિષેક આવી લાગ્યો! આજે જ માગી લે ને? કાલથી એનો અમલ શરૂ કરી દઈએ.
અમિતા : (એકદમ કૂદીને પાસે જાય છે. બે હાથમાં જોરથી મોઢું દાબી માથા સાથે માથું દાબે છે.)
કાલથી બંધરાજ મારો.
ગંધરાજ : છોડો તો મને! હું ધારતો જ હતો!
અમિતા : તમે દશરથ નહિ.
ગંધરાજ : પણ તું કૈકેયી ખરી. તું શું માગે છે તેનું તને ભાન છે? બહેનના ખંડેરમાં બેસીને આપણા ઘુવડઘુવડીના કૂંજન વગડાના કાળજાનેય કંપાવી નાખશે.
અમિતા : અને મારા ખંડેરમાં બેસીને તમારા બેના આલાપ વિશ્વને વિમોહિત કરશે, કાં? પછી તમે મારી ઉપર એક કરુણ મહાકાવ્ય લખીને મને અંજલિ આપશો, નહિ?
ગંધરાજ : અમિતા, તારે માપે મધુરીનેય કાં માપે? અમે તારી જ ખાતર જિંદગીભર અપરિણીત રહેવાનું નક્કી કર્યું છે. હું, તું ને તે!
ત્રિકોણના ખૂણાની માફક સંલગ્ન છતાં એકબીજાથી અસ્પષ્ટ રહીને જીવન ગાળશું. બનશે તો હું કવીશ, મધુરી ગાશે અને તું જીવજે.
અમિતા : અંધારું છવાતું જાય છે. પેલાં ઝાડ કેવાં લાગે છે! જાણે ભૂતના ઓળા!
ગંધરાજ : હું કવિ મટ્યો ત્યાં તું કવિ થઈ, અમી!
અમિતા : અને ધીમેધીમે ઠંડી વધતી જાય છે. તમે કશું ગરમ પહેર્યું નથી. શરદી થશે. ચાલો આપણે બંગલામાં જઈએ.
મધુરી : (કદંબકુંજમાંથી નીકળી) ગંધરાજ બંગલામાં જશે. તને તો ટાઢ નથી વાતી ને? જરા બેસ તો! મારે તારું કામ છે.
અમિતા : આ બેઠી. કહો!
(અમિતા બેસે છે. ગંધરાજ જાય છે. મધુરી અમિતાની પાસે જ બેસી જાય છે, અને પોતાના ખોળામાં માથું નાખી એને સુવાડી દે છે. અષ્ટમીનો ચંદ્રમા બન્ને મોઢા પ્રકાશી રહ્યો છે.)
મધુરી : આકરું લાગે છે. અમી?
(અમિતા કાંઈ જવાબ નથી દેતી) બાળક છે હજી તું, અમિતા, જા ખુશ થા, તને તારું મનગમતું રમકડું અપાવીશ.
(અમિતા ડૂસકાં ભરી રોવા લાગે છે.) અરે ગાંડી બહેન! આ શું આદર્યું? કાકા સાંભળી જશે તો ફજેતી થશે. ચાલ કહું છું ને કે તને તારું મનગમતું રમકડું અપાવીશ. ચાલ બેઠી થા.
(એની આંખમાં પણ આંસુ આવે છે. એનેય એ જે કહે છે તે આકરું છે.) ચાલ, ડાહી થઈ જા જોઈએ, હજી તો કાલના ઉત્સવની તૈયારી કરવાની છે. બા આપણી રાહ જોતાં હશે, ચાલ.
(મધુરી ઊભી થાય છે. પછી હાથ પકડીને અમિતાને ઊભી કરે છે. પોતાને ગળે હાથ મુકાવી બંગલા ભણી ચાલવા લાગે છે.) જો આંસુ લૂછી નાખ. અરે હું પોતે જ તને-તમને રજા આપું છું ને! તમે એકમેકના થાવ. સુખી થાવ અને મને તમારી બન્નેની રહેવા દો.
(બંને આગળ ચાલે છે.) ચાલ જલદી કર, તને શરદી લાગશે તો પીડા થશે.
(બન્ને ઝાડોની ઘટામાં અદૃશ્ય થઈ જાય છે.)
દૃશ્ય ત્રીજું
(પહેલા દૃશ્યવાળું દીવાનખાનું અને તેમાં તે જ દિવસની રાત.
ભીંતને અઢેલીને મૂકેલા એક કોચમાં રેશમી સાલ ઓઢીને ગંધરાજ સૂતો પડ્યો છે. રાતના દસ થઈ ગયા છે. ઓરડામાં ચાર બત્તીઓ બળે છે અને એની ધ્રૂજતી તેજધારાઓ ગંધરાજના મોટા મોઢા ઉપર ક્રીડા કરે છે. પશ્ચિમની બારીમાંથી પવન આવીને એનાં જુલફાં ઉડાડે છે.
પાસે જ એક ખુરશી ઉપર બેઠીબેઠી મધુરી દિલરુબા વગાડે છે. આશાવરીમાં કાનડામાં જાય છે, અને ધીમેધીમે ભૈરવીમાં પહોંચે. પછી એક આંચકો આવ્યો હોય તેમ ઊભી થાય અને દિલરુબાને એક કોર મૂકી પશ્ચિમની બારી તરફ જાય છે.
(બહારના તારાઓને જોઈ રહે છે.)
મધુરી : મૃગની પાછળ વ્યાઘ પડ્યો છે. હવે તો ‘ન ખલુ ન ખલુ બાણ સન્નિપાત્યોયમસ્મિન | મૃદુની મૃગશરીરે પુષ્પરાશાવિ વાગ્નિ: ||’ કહેવાનો પણ સમય નથી રહ્યો. મૃગલીની છાતી તો વીંધાઈ ગઈ છે. માત્ર શક્તિ છે એટલે હસતે મોઢે ફલંગો ભરે છે, અને અનંતકાળ સુધી ભર્યા કરશે.
(થોડી વાર સ્તબ્ધ રહી જોઈ રહે છે.) મારો, કવિ ઊંઘે છે. મોઢું કેવું ગૌરવભર્યું છે! મારા કરતાંય ઋજુ ખોળો મળશે એનો મને સંતોષ છે.
(ફરી આકાશ તરફ ફરે છે અને તારાઓ તરફ તાકવા લાગે છે.)
અને છતાંય હૈયા પર હિમાલય કેમ બેસી ગયો હશે? જાણે શ્વાસ લેવાની પણ સોં નથી રહી (થોડીવારે) આકાશની મૃગલી કરતાંય મારી કસોટી આકરી છે.
(આકાશ તરફ શૂન્યમને જોઈ રહે છે. પાછળથી અમિતા સરી આવે છે અને ધીમેકથી આંખ આડાં આંગળાં મૂકી દે છે.)
અમિતા : શું વિચાર કરો છો, બહેન?
મધુરી : કાંઈ નહિ. અમી, હું તો તારા જોઉં છું.
અમિતા : આટલાં ઉદાસ કેમ થઈ ગયાં છો? ચાલો, આવતી કાલનો શણગાર પૂરો કરી નાખીએ.
મધુરી : (પરાણે હસી) ચાલો.
અમિતા : (હસીને) અરે બધું પૂરું થઈ ગયું. મેં અને બાએ તોરણો સુધ્ધાં બાંધી દીધાં.
(ફરી હસે છે.)
મધુરી : ધીમે, અમી! જોતી નથી મહેમાન સૂતા છે?
અમિતા : મહેમાન! હા, મારી ભૂલ થઈ. હવે હું ધીમેથી બોલીશ; પણ તમે બરાબર ધ્યાન આપો તો ધીમેથી બોલાય ને?
મધુરી : ચાલ, બોલ ગાંડી. હું બરાબર સાંભળું છું, પણ આપણે સહેજ દૂર બેસીને વાતો કરીએ.
(બંને બીજા સોફા ઉપર જઈને બેસે છે. મધુરી અમિતાના અંબોડાને પંપાળ્યા કરે છે.)
અમિતા : જુઓ, તમે ગંધરાજનો મોટો ફોટો મોકલાવ્યો હતો ને? તેને બરોબર વચ્ચે ગોઠવી આસપાસ સૂર્યમુખી ગોઠવ્યાં છે. કવિને સૂર્યમુખી બહુ ગમે છે, એમ તમે કહેતાં હતાં, કાં?
મધુરી : હા, પછી?
અમિતા : પછી વચ્ચે સાથિયાની રંગોળી પૂરી છે. બીજી બાજુમાં ટેબલો ઉપર કવિનાં કાવ્યો અને હસ્તાક્ષરો ગોઠવ્યાં છે. અને સામે મારો, તમારો અને એમનો-ત્રણેનો જે સાથે ફોટો લીધેલ છે તે મૂક્યો છે.
મધુરી : ત્રણેનો? ઠીક, પછી?
અમિતા : હવે તમારે એક કામ કરવાનું, ગંધરાજનું પેલું નવું ‘ડૂસકું’ નામનું નાટક છે ને? તે તેમની જ પાસે સૌને વાંચી સંભળાવવાનું.
મધુરી : તું જ કહેજે ને!
અમિતા : મારું નહિ માને.
મધુરી : માનશે.
અમિતા : ઠીક; તો હું જ કહીશ.
(પડખેના ઓરડામાંથી શ્યામસુંદરદાસ પ્રવેશ કરે છે. અને પોતાની પુત્રીઓ પાસે આવીને ઊભા રહે છે.)
શ્યામસુંદરદાસ : બહુ કામ કર્યું, અને બહુ જાગ્યાં. ચાલો, હવે સૂઈ જાઓ જોઈએ. ઉજાગરા કરશો તો માંદાં પડશો અને ઉત્સવ ઉત્સવને ઠેકાણે રહી જશે. ચાલો, બાકીનું કામ દેવો આટોપી લેશે.
અમિતા : (ઉત્સાહથી) કામ તો બધું થઈ ગયું, કાકા!
શ્યામસુંદરદાસ : તો તો બહુ સારું.
મધુરી : હવે તો અમે થોડીક વાતો કરીએ છીએ. તમે સૂઈ જાઓ તો કાકા! અમે પણ હમણાં જ ઊઠીએ છીએ.
શ્યામસુંદરદાસ : પણ જલદી કરજો હોં! વિલંબ થશે તો મારે ફરીથી આવવું પડશે.
(શ્યામસુંદરદાસ જાય છે.)
અમિતા : બધી ગોઠવણ તમે એક વાર જોઈ તો આવો. ત્યાં સુધી હું અહીં બેઠી છું. પછી સાથે જ સૂવા જઈએ, કાંઈ રહી જતું હોય તો કરી લઈએ.
મધુરી : હા; એ ઠીક છે. એક વાર હું જોઈ આવું.
(મધુરી જાય છે, અમિતા છલંગ મારી ગંધરાજના કોચ પાસે જઈ પહોંચે છે. ગંધરાજના ગૌરવભર્યા મોંને કપાળ ઉપર ગેલ કરતી વાળની લટો અને બીડાયેલા હોઠને એ એકીટસે જોઈ રહે છે. આંખોમાં અમી આવે છે, અને અંગમાં વીજળી ચમકે છે.)
અમિતા : પ્રભાવશાળી કપાળ નીચે બીડાયેલાં પોપચાં! કલ્પના કલ્પના સમી ઊડતી વાળની લટો! બધું જ સરસ! જાણે ઘોળી ઘોળીને પી જાઉં! એમની સાથે એક થઈ જાઉં! જાણે અંતરમાં સહસ્રશત ઘોડલાઓ કૂદાકૂદ કરી રહ્યા છે. આટલી સુખી હું કદી નહોતી.
મને લાગે છે કે મેં મારા મન ઉપરનો કાબૂ ગુમાવ્યો છે. જાણે શરીર પણ સરી પડે છે. લોહચુંબકની માફક કોઈ મને ખેંચી રહ્યું છે. તણાયા વિના બીજો ઉપાય નથી.
(નમીને ગંધરાજના હોઠ એક જોરથી ચુંબન ભરે છે, એનો અવાજ થાય છે. ગંધરાજ જાગી જાય છે. અમિતા સડક થઈને ઊભી રહે છે.)
ગંધરાજ : અમિતા, આ શું કર્યું? આપણો કરાર ભૂલી ગયાં?
અમિતા : મને માફ કરો. મેં ખોટું કર્યું નથી. જે તમે અને હું બન્ને ઇચ્છીએ છીએ તે જ થવા લાગ્યું છે, અને બહેને પણ રજા આપી છે. બહેનના આપણી ઉપર આશીર્વાદ છે.
ગંધરાજ : રજા આપી છે? કોણે? મધુરીએ? ઓ ભવ્ય બાળા!
અમિતા : (ઉત્સાહમાં આવી જઈને) હા, મધુરીએ રજા આપી છે.
ગંધરાજ : તો મને, આવો, ફરી ચુંબન કરો, અમી!
(ગંધરાજ હાથ પહોળા કરે છે. વૃક્ષને વેલ વીટળાઈ વળે છે. હોઠ ભીના થાય છે.
પડખેના પડદા પાછળથી એક ડૂસકું સંભળાય છે. બન્ને ચમકે છે. એકમેકને છોડી દઈ સામસામે તાકે છે.)
અમિતા : કો રડ્યું!
ગંધરાજ : કોઈએ ડૂસકું ભર્યું.
અમિતા : અવાજ તો પડદા પાછળથી આવ્યો.
(બન્ને પડદા પાસે જાય છે. ગંધરાજ એક ઝાટકા સાથે પડદાને ખેંચી કાઢે છે. મધુરી ટૂંટિયાં વાળીને, પગમાં માથું ઢાંકીને રડી રહી છે.)
ગંધરાજ : કોણ, મધુરી? અશ્વમેધનો અશ્વરાજ અંતે ભડકો દેખીને ભાગ્યો. ઓહ!
(બારીએ જાય છે, અને આકાશની અનંત આંખોમાં તાકવા લાગે છે, મધુરી આંખો લોહી નાખી એની પાસે જાય છે. અમિતા પણ ભારે પગલે જઈ એની પાછળ ઊભી રહે છે.)
અમિતા : શું જુઓ છો? ગંધરાજ!
ગંધરાજ : ક્ષિતિજ ઉ52 દેખાતા પેલા ભૂતના ઓળા જેવા ઝાડવાંઓ, અને પાછળ નંદનવનમાં ગાળેલા દિવસોની મીઠી યાદભર્યું આકાશ. અને...
(સ્ટેશન પરથી સીટીનો અવાજ આવે છે. ગંધરાજ ચમકે છે.)
આ શેની સીટી?
અમિતા : ગાડી ઊપડવાની.
ગંધરાજ : ગાડી ક્યાં જશે?
અમિતા : મુંબઈ.
ગંધરાજ : ત્યારે હું જાઉં છું, દોડતો જઈશ એટલે પહોંચી જઈશ. મારો સામાન પાછળથી મોકલાવી આપજો.