પુનરપિ/ઓસ્ટ્રેલિયાઈ મૅગપાઈ: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ઓસ્ટ્રેલિયાઈ મૅગપાઈ|}} <poem> ઓસ્ટ્રેલિયાને પણ છે આલ્પ્સ! નામ...") |
(No difference)
|
Revision as of 06:24, 26 August 2021
ઓસ્ટ્રેલિયાઈ મૅગપાઈ
ઓસ્ટ્રેલિયાને પણ છે આલ્પ્સ!
નામ નકલિયું, મૌલિક ઝગમગતા આકાર.
ત્રણસો યુકેલિપ્ટસના પ્રકાર.
ત્રીજાકારી પર્ણો રચે ચાળણી;
પડતા બરફનું અનુકરણ કરતો
સૂરજ તેમાંથી ખરતો.
પર્ણઘટા ને પડ્યાં પાંદડાં વચ્ચે
થડ પાતળા દૂધે નહાય;
સંતાકૂકડી ઊડતો જાય
ઓસ્ટ્રેલિયાઈ મૅગપાઈ.
કાગડો હિમ-લૂગડામાં,
સફળ નહીં તે હાલ,
કદી બને ન કપડાં ખાલ.
ઓસ્ટ્રેલિયાઈ ઘેટાંમાં ન માતો વરુ!
જંગલ-દંગલ આવો દેશ,
ન કોઈ પશુને વાઘનો વેશ.
પુરુષ માટે રાખ્યો?
ચાલો પાછા આલ્પ્સ પરે
જ્યાં સૂરજ હિમકણ જેમ ખરે
યુકેલિપ્ટસની ચાળણી તળે.
જ્યાં શિખર-ગરુડની પાંખ ભરી
વળ વળતી ખીણે ગોઠવ્યાં વાદળાં!
કો નદીએ લઘિમા સિદ્ધ કરી!
સ્નોઈ માઉન્ટન્સ, ઓસ્ટ્રેલિયા
4-6-’57