અષ્ટમોઅધ્યાય/આત્મકથા: સાહિત્યપ્રકાર: Difference between revisions

no edit summary
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 1: Line 1:
{{Center|'''આત્મકથા: સાહિત્યપ્રકાર?'''}}
{{SetTitle}}
----
 
{{Heading|આત્મકથા: સાહિત્યપ્રકાર| સુરેશ જોષી}}
{{Poem2Open}}
{{Poem2Open}}
સર્જનાત્મક સાહિત્યના પ્રકારોમાં આત્મકથાને લગભગ અપાંક્તેય ગણવાનું વલણ હજી સુધી ચાલુ રહ્યું છે. એનું એક કારણ એ હોઈ શકે કે આપણે ત્યાં જે આત્મકથાઓ લખાઈ છે, તે મોટે ભાગે દસ્તાવેજી પ્રકારની છે. એ આત્મકથા રાજકારણ કે જાહેરજીવનમાં પડેલી વ્યક્તિઓની છે. એમાં સમકાલીન પરિસ્થિતિનો જેટલો ચિતાર હોય છે તેટલું સમકાલીન વ્યક્તિઓનું, વ્યક્તિવ્યક્તિ વચ્ચેના માનવીય સમ્બન્ધોનું આલેખન નથી હોતું. આથી એનું ગદ્ય પણ મોટે ભાગે દસ્તાવેજી લખાણને છાજે તેવું, વ્યક્તિત્વના ઝાઝા સંસ્પર્શ વિનાનું, ગદ્યનાં જુદાં જુદાં પોતને પ્રકટ ન કરનારું, એવું હોય છે. આમેય તે હજી આપણું સાહિત્યવિવેચન મોટે ભાગે વસ્તુલક્ષી છે, રૂપલક્ષી ઓછું છે. તેમાંય અસાધારણ વ્યક્તિઓની જ આત્મકથા હજી લખાતી રહેતી હોવાથી એ જીવન જ ધ્યાનનો વિષય બની રહે છે. એમાંથી સમકાલીન રાજકીય કે સામાજિક પરિસ્થિતિ વિશેની માહિતી પ્રાપ્ત કરી લેવાની જ વૃત્તિ મોટે ભાગે દેખાય છે.

Line 24: Line 25:
રચનારીતિ પરત્વે આત્મકથાકારને કશાં બન્ધન નથી. પ્રથમ પુરુષ એકવચનમાં લખાતી નવલકથા જેવી એની રચના હોય છે. એ પરિપ્રેક્ષ્યને આધારે આત્મકથાનું જગત આપણી આગળ ઉખેળાતું આવે છે. એ અવાજમાં એકવિધતા ન આવી જાય એ રીતે એણે ગદ્યનો વિનિયોગ કરવાનો રહે છે. આ ‘હું’ તે પોતે નહીં, પણ એક પાત્ર છે એ રીતે જો એ જુએ તો એ વધારે ઉપકારક નીવડે. પણ એક પ્રલોભનમાંથી આત્મકથાના લેખકે હંમેશાં બચવાનું રહે છે. એ પોતાનું જીવન જ એક ઉત્તમ કળાકૃતિ છે એવું આત્મરતિથી પ્રેરાઈને ઠસાવવા માટે આત્મકથાનો સાધન લેખે ઉપયોગ કરે તો કૃતિ વણસી જાય અને એ જે છાપ પાડવા માગતો હોય તે પણ પડે નહીં. આમ ગદ્યની કળાના આશયથી થયેલી માવજત અત્યારે તો વિરલ કૃતિઓમાં અંશત: જ દેખાય છે.

{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav
|previous = [[અષ્ટમોઅધ્યાય/નવી કવિતામાં છન્દ અને ભાષા|નવી કવિતામાં છન્દ અને ભાષા]]
|next = [[અષ્ટમોઅધ્યાય/ટૂંકી વાર્તા વિશે થોડું|ટૂંકી વાર્તા વિશે થોડું]]
}}
18,450

edits