કાવ્ય-આચમન શ્રેણી – જયન્ત પાઠક/૭. જૂના પત્રોનો નાશ કરતાં—: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 22: | Line 22: | ||
::::::: થોડું...થોડું જ એ તો! | ::::::: થોડું...થોડું જ એ તો! | ||
</poem> | </poem> | ||
{{HeaderNav | {{HeaderNav | ||
|previous = [[કાવ્ય-આચમન શ્રેણી – જયન્ત પાઠક/૬. રેવાતટે મધ્યાહ્ન-સંધ્યા |૬. રેવાતટે મધ્યાહ્ન-સંધ્યા ]] | |previous = [[કાવ્ય-આચમન શ્રેણી – જયન્ત પાઠક/૬. રેવાતટે મધ્યાહ્ન-સંધ્યા |૬. રેવાતટે મધ્યાહ્ન-સંધ્યા ]] | ||
|next = [કાવ્ય-આચમન શ્રેણી – જયન્ત પાઠક/૮. થીજી ગયો સમય |૮. થીજી ગયો સમય ]] | |next = [[કાવ્ય-આચમન શ્રેણી – જયન્ત પાઠક/૮. થીજી ગયો સમય |૮. થીજી ગયો સમય ]] | ||
}} | }} |
Revision as of 13:12, 4 September 2021
૭. જૂના પત્રોનો નાશ કરતાં—
જયન્ત પાઠક
પત્રો જૂના અણમૂલ ખજાનો ગણી સાચવેલા,
પાને પાને ઊકલતી કશી લાગણીની ગડીઓ!
વર્ણે વર્ણે વિભવ ઉર ને ચિત્તના ઠાલવેલા,
નાનાંમોટાં સુખદ:ુખ તણી સુપ્ત જેમાં ઘડીઓ.
કેવાં કેવાં વચન પ્રણયાનંદનાં ને વ્યથાનાં:
આખાં હૈયાં પરબીડિયું થૈ કાળ ને સ્થાન કેરાં
વીંધીને અંતર અહીં સુધી લાવતાં લોક છાનાં
ઊનાં આંસુ તણું લવણ ને લાસ્ય આનંદપ્રેર્યાં!
હૈયે ચાંપી બહુ વખત જેનો કર્યો પાઠ પ્રીતે;
‘રે સંબંધો મરણ પછીયે ના છૂટે કોઈ રીતે’
એવાં એવાં વચન વદતાં કાળની ઠેકડીઓ
કીધી; આજે ખબર પડી કે આખરે એ જ જીત્યો!
જૂના પત્રો અહીંતહીં ચીરા ઊડતા જોઈ ર્હેતો
થોડું કંપે કર, હૃદય થોડું દ્રવે
થોડું...થોડું જ એ તો!