ચિન્તયામિ મનસા/સર્જક, સર્જન, વિવેચન – ક્રિયાશીલ ને પ્રાણવન્ત સન્નિકર્ષ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 1: Line 1:
{{Center|'''સર્જક, સર્જન, વિવેચન – ક્રિયાશીલ ને પ્રાણવન્ત સન્નિકર્ષ'''}}
{{SetTitle}}
----
 
{{Heading|સર્જક, સર્જન, વિવેચન – ક્રિયાશીલ ને પ્રાણવન્ત સન્નિકર્ષ| સુરેશ જોષી}}
{{Poem2Open}}
{{Poem2Open}}
પશ્ચિમમાં પણ સાહિત્યમીમાંસાના વિકાસનો ઇતિહાસ કંઈક વિલક્ષણ પ્રકારનો રહ્યો છે. એ બે અન્તિમોની વચ્ચે ઝોલાં ખાતો હોય એવું લાગે છે: ક્યાં તો એમાં ‘આત્મલક્ષી’ સર્જનાત્મક અનુભૂતિ અને વ્યવહાર પર, સંવેદનોનું ગ્રહણ, કળાકૃતિથી થતા અહૈતુક આનન્દના પર ભાર મૂકવામાં આવે છે; ક્યાં તો વિશિષ્ટ પ્રકારના ‘પદાર્થો’ (પર્વતો, પ્રકૃતિદૃશ્યો, સૂર્યાસ્ત વગેરે કે માનવસજિર્ત ‘કળાકૃતિઓ’) પર ભાર મૂકવામાં આવે છે.

Line 70: Line 71:
આ પ્રક્રિયા અનેક તબક્કાઓમાંથી પસાર થતી હોય છે. એ દરમિયાન અમુક પદાર્થ અને ક્રિયાશીલ અનુભૂતિશીલ કળાકાર વચ્ચે હંમેશાં સમ્પર્ક અને સન્નિકર્ષ થતા રહે છે. આ પદાર્થ એક નહીં પણ બે હોય છે: સર્જન પામતી કળાકૃતિ અને કળાકારના પ્રભાવ નીચે પરિવર્તન પામતો જતો એનો ભૌતિક આધારરૂપ પદાર્થ. વળી આ બન્ને અન્યોન્યનિર્ભર પરિવર્તનોમાંથી પસાર થતા હોય છે. આ કાંઈ બે મૃત પદાર્થોની અથડામણ નથી હોતી, એ તો ક્રિયાશીલ અને પ્રાણવન્ત એવો સન્નિકર્ષ હોય છે.

{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav
|previous = [[ચિન્તયામિ મનસા/સાર્ત્ર – આજના સન્દર્ભમાં|સાર્ત્ર – આજના સન્દર્ભમાં]]
|next = [[ચિન્તયામિ મનસા/વિવેચનનો ચૈતન્યવાદી અભિગમ|વિવેચનનો ચૈતન્યવાદી અભિગમ]]
}}
18,450

edits

Navigation menu