અરણ્યરુદન/સંરચનાવાદ અને સાહિત્યવિવેચન: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 1: Line 1:
{{Center|'''સંરચનાવાદ અને સાહિત્યવિવેચન'''}}
{{SetTitle}}
----
 
{{Heading|સંરચનાવાદ અને સાહિત્યવિવેચન| સુરેશ જોષી}}
{{Poem2Open}}
{{Poem2Open}}
બે મિત્રો સાથે થોડી ચર્ચા ચાલતી હતી. એક તો ઇંગ્લેન્ડના જ વતની, ને બીજાનું આધ્યાત્મિક વતન ઇંગ્લેન્ડ. ચર્ચાનો મુદ્દો એ હતો કે ‘symbol’ અને ‘symbolized’ને જોડનારી કડીઓને કેટલે અંશે લુપ્ત કરી શકાય? એકે એમ કહ્યું કે કળાનો જીવન સાથેનો સંપર્ક નિબિડ હોવો જોઈએ. આજકાલ ‘એબ્સ્ટ્રેકટ આર્ટ’નું તૂત ચાલી રહ્યું છે. એમાં જીવન નહીં, પણ જીવનની રૂપરચનાની કેવળ ભૂમિતિથી જ ચલાવી લેવાય છે. તેથી તેમાં એક પ્રકારની દરિદ્રતા આવી જાય છે. બીજાએ કહ્યું કે લેવી સ્ટ્રાઉસ જેવાએ પણ જુદી જુદી આદિવાસી પ્રજાઓની ‘mythology’ની rich contentને બાજુએ રાખીને માત્ર એનાં structures તારવી આપ્યાં. કોઈ દેશનો નકશો તે એ દેશ નથી, નકશો માહિતી આપે, એ દેશનાં હવાપાણીનો અનુભવ એથી નહીં થાય. એક રીતે જોઈએ તો આ પ્રશ્ન જુદે જુદે રૂપે અનેક વાર ચર્ચાતો જ રહ્યો છે. પ્લેટોએરિસ્ટોટલના mimesisના સિદ્ધાન્તના પાયામાં આ જ મુદ્દો રહ્યો છે. તમે imitation સંજ્ઞા વાપરો કે transformation, એક વાત તો સ્પષ્ટ જ છે કે જીવનની સામગ્રીનું કળામાં રૂપાન્તર થાય છે. આ પ્રક્રિયાનાં વર્ણનો કે એને અંગેની વિગતો પરત્વે મતભેદ રહેવાનો ને ચર્ચાઓ ચાલ્યા કરવાની.

Line 59: Line 60:
2.વાલેરીની આ ટેકનિકની વિસ્તૃત ચર્ચા વાલેરીનું એક કાવ્ય લઈને જ્યોફ્રે હાર્ટમેને એમના ‘ધી અનમીડિયેટેડ વિઝન’માં કરી છે. ↵

{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav
|previous = [[અરણ્યરુદન/આકાર કે આકારાત્ મુક્તિ|આકાર કે આકારાત્ મુક્તિ?]]
|next = [[અરણ્યરુદન/સંક્ષુબ્ધ સમયમાં સર્જકનું કર્તવ્ય|સંક્ષુબ્ધ સમયમાં સર્જકનું કર્તવ્ય]]
}}
18,450

edits

Navigation menu