કાવ્યચર્ચા/નર્મદ એક મૂલ્યાંકન: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
 
(3 intermediate revisions by 2 users not shown)
Line 1: Line 1:
{{Center|'''નર્મદ: એક મૂલ્યાંકન'''}}
{{SetTitle}}
----
 
{{Heading|નર્મદ એક મૂલ્યાંકન|સુરેશ જોષી}}
{{Poem2Open}}
{{Poem2Open}}
આજે નર્મદને યાદ કરીએ છીએ ત્યારે એની કઈ છબિ આપણી સામે તરવરી રહે છે? નર્મદની આગળ અત્યાર સુધીમાં ઘણાં બધાં વિશેષણોનો ખડકલો આપણે કર્યો છે. સ્વદેશ અને અભિમાન એ બે શબ્દો તો આપણી ભાષામાં હતા જ, પણ એ બેને ભેગા કરવાથી જે શબ્દ બની આવ્યો તે તો નર્મદની જ સરજત કહેવાય. આજેય પરદેશી સત્તાના આક્રમણના તોળાઈ રહેલા ભય નીચે આપણે જીવીએ છીએ ત્યારે ‘સહુ ચલો જીતવા જંગ બ્યૂગલો વાગે’નો ગાનાર આપણને સહજ જ યાદ આવી જાય છે. ગાંધીજીની અહિંસાની વાત એના જમાનામાં નહોતી તેમ છતાં કેવળ યુદ્ધને માટેના આસુરી આવેશને એણે ઉશ્કેર્યો નથી. આથી એણે બહુ જ ઉચિત રીતે ઉમેર્યું હતું: રણ તો ધીરાનું, નહિ ઉતાવળા કાયરનું. ગુજરાત દેશની સીમા એણે ત્યારે બાંધી આપી હતી. આજે તે રહી નથી. તેમ છતાં નાતજાતના ભેદ વિના જે કોઈ ગુજરાતને ચાહે છે તેની ગુજરાત છે એમ જે કહેલું તે જ આજે વધુ સ્વીકારાવા લાગ્યું છે. અરુણા પરભાતથી પણ વધુ ઉજ્જ્વળ ગુજરાતનો યશ દીપશે એવી એની શુભેચ્છા કે ભવિષ્યવાણી પણ સાવ ખોટી પડી નથી. આમ છતાં એના જમાનાથી આપણે કેટલાક આગળ વધ્યા? વિધવાવિવાહ, બાળલગ્ન વગેરે કુરૂઢિઓ હવે રહી નથી એ ખરું છતાં જે વહેમજવન સાથે એણે બાથ ભિડાવેલી તે હજી કોઈ ને કોઈ રૂપે આપણી સામે આવીને ઊભો જ રહે છે. શેરસટ્ટા, ગરીબી – આ બધું આજે પણ રહ્યું જ છે. ને તેમ છતાં નર્મદના જમાનાથી આપણે ખૂબ દૂર નીકળી ગયા છીએ એ પણ એટલું જ સાચું છે. યન્ત્રયુગ પણ હવે પાછળ રહી ગયો છે. માનવી પોતે જ શોધેલાં સાધનોના ખડકલામાં નગણ્ય બની ગયો છે. પૃથ્વી પરથી હવે એણે પગ ઉપાડ્યો છે ને અવકાશયાનમાં બેસીને એ નક્ષત્રો ભણી મીટ માંડે છે. આમ છતાં જુદે જુદે રૂપે એની એ જડતા, ભય અને પરતન્ત્રતા હજી આપણે અનુભવીએ છીએ. કદાચ દરેક જમાનાને એના આગવા નર્મદની અપેક્ષા રહેતી હશે.

Line 61: Line 62:
ક્ષિતિજ: ઓગસ્ટ, 1964
ક્ષિતિજ: ઓગસ્ટ, 1964
{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav
|previous = [[કાવ્યચર્ચા/થોડી કાવ્યચર્ચા વિશે|‘થોડી કાવ્યચર્ચા’ વિશે]]
|next = [[કાવ્યચર્ચા/ઉપાયન|ઉપાયન]]
}}
18,450

edits

Navigation menu