કાવ્યચર્ચા/ઉપાયન: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{Center|'''ઉપાયન'''}} ---- {{Poem2Open}} ‘ઉપાયન’ એ આપણા એક પ્રમુખ વિવેચકની આજીવન સાહિત...")
 
No edit summary
 
(3 intermediate revisions by 2 users not shown)
Line 1: Line 1:
{{Center|'''ઉપાયન'''}}
{{SetTitle}}
----
 
{{Heading|ઉપાયન| સુરેશ જોષી}}
{{Poem2Open}}
{{Poem2Open}}
‘ઉપાયન’ એ આપણા એક પ્રમુખ વિવેચકની આજીવન સાહિત્યનિષ્ઠાનો પરિપાક છે. પણ્ડિતયુગના કેટલાક ઇષ્ટ અને સ્પૃહણીય અંશો આ વિવેચનમાં ક્રિયાશીલ બનેલા દેખાશે. ‘સાધના’ જેવો શબ્દ આજના સન્દર્ભમાં જરા વધુ પડતા વજનવાળો લાગે. પણ નિષ્ઠા, ગામ્ભીર્ય, એકાગ્રતા, અભ્યાસવિષયનું તંતોતંત નિરૂપણ – આ ગુણો કેળવવાને સાધનાની અપેક્ષા રહે છે. નરી બહુશ્રુતતા, વ્યુત્પત્તિમત્તા કે ચલણી પરિભાષા પરનું પ્રભુત્વ – આટલું જ પૂરતું થઈ પડતું નથી, એટલું જ નહિ આ જ કેટલીક વાર ઉપકારક બનવાને બદલે અપકારક થઈ પડે એવો સમ્ભવ રહે છે. સતત જાગૃત વિવેકબુદ્ધિ કેળવવી એનું નામ જ સાધના. વિવેચકના કર્તવ્ય પરત્વે લગભગ દરેક વિવેચક કંઈક ને કંઈક કહેતો હોય છે. પ્રજાની રસવૃત્તિને પરિષ્કૃત કરવી, શ્રેષ્ઠ સાહિત્ય તરફ એને વાળીને, એના પરિશીલનમાં ઉપકારક બને એવી રીતે સર્જક અને ભાવક વચ્ચેના મધ્યસ્થ તરીકે વર્તીને ઉત્તમ સાહિત્યના સર્જનને અનુકૂળ ભૂમિકા તૈયાર કરી આપવી અને પોતાના જમાનાની સમગ્ર માનવીય પરિસ્થિતિને એની સર્વ સંકુલતા સહિત આત્મસાત્ કરીને એના સન્દર્ભમાં સાહિત્યિક મૂલ્યબોધની ભૂમિકા પ્રસ્તુત કરવી – મેથ્યુ આર્નલ્ડને અભિમત કંઈક આ સ્વરૂપનું વિવેચકનું કર્તવ્ય વિષ્ણુપ્રસાદ ત્રિવેદીએ સ્વીકાર્યું છે તે એમની વિવેચનપ્રવૃત્તિને સમગ્ર દૃષ્ટિએ જોતાં સ્પષ્ટ થાય છે. મેથ્યુ આર્નલ્ડની વિચારણાને ટી.એસ.એલિયટે પરિષ્કૃત કરી છે, સુધારી છે. એમાં જે કાંઈ અતિવાદ હતો, આગ્રહની અતિમાત્રા હતી તે તરફ આપણું ધ્યાન ખેંચ્યું છે. પશ્ચિમમાં સાહિત્યસેવીઓની આ સતત જાગ્રત અભ્યાસપરાયણતા અને સદોદ્યતતાને કારણે સિદ્ધાન્તજડતા, અસહિષ્ણુતા કે અનુદારતાને નિવારવાનું શક્ય બની રહે છે. બદલાતા સાહિત્યિક સન્દર્ભના અનુલક્ષમાં વિવેચન પણ પોતાને કસોટીએ ચઢાવતું રહે છે, એ કેવળ આગલી પેઢીએ આપેલા શ્રદ્ધાના પાથેયને જ આરોગ્યા કરતું નથી. આપણા વિવેચન વિશે આપણે આવું કહી શકીશું? ‘ઉપાયન’ની વિવેચનાને નિમિત્તે આપણે નિર્મમ બનીને થોડીક જાતતપાસ કરી લઈએ.

Line 20: Line 21:
ક્ષિતિજ: ઓક્ટોબર, 1963
ક્ષિતિજ: ઓક્ટોબર, 1963
----
----
આકાશવાણીના સૌજન્યથી. ↵
1.આકાશવાણીના સૌજન્યથી. ↵
{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav
|previous = [[કાવ્યચર્ચા/નર્મદ એક મૂલ્યાંકન|નર્મદ: એક મૂલ્યાંકન]]
|next = [[કાવ્યચર્ચા/દક્ષિણદૃષ્ટિ વિવેચન|દક્ષિણદૃષ્ટિ વિવેચન?]]
}}
18,450

edits

Navigation menu