કાવ્ય-આચમન શ્રેણી – જયન્ત પાઠક/૩૦. થોડું થોડું યાદ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૩૦. થોડું થોડું યાદ|જયન્ત પાઠક}} <poem> થોડું થોડું યાદ, ઝાઝું ત...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 26: | Line 26: | ||
</poem> | </poem> | ||
{{Right| (ક્ષણોમાં જીવું છું, પૃ. ૨૯૯)}} | {{Right| (ક્ષણોમાં જીવું છું, પૃ. ૨૯૯)}} | ||
{{HeaderNav | |||
|previous = [[કાવ્ય-આચમન શ્રેણી – જયન્ત પાઠક/૨૯. માણસ |૨૯. માણસ ]] | |||
|next = [[કાવ્ય-આચમન શ્રેણી – જયન્ત પાઠક/૩૧. ગ્રીષ્મબપ્પોર અને દિવાસ્વપ્ન |૩૧. ગ્રીષ્મબપ્પોર અને દિવાસ્વપ્ન ]] | |||
}} |
Latest revision as of 12:08, 6 September 2021
૩૦. થોડું થોડું યાદ
જયન્ત પાઠક
થોડું થોડું યાદ, ઝાઝું તો ભૂલ્યું-ભુલાયું ફોક
પાણીમાં જ્યમ ડૂબે ગાત ને ઉપર તરતી ડોક!
વલવલતી એક નદી સાંભરે, ટળવળતાં કૈં તરુ
દડદડતા ડુંગર દેખાતા, આભ ઓરું ને પરું;
ન્હાયા તે તડકો, ખાયાં તે ગળ્યાં ચાંદનીચકતાં
પતલી પ્હેરી પવન ફર્યા, સિર તૃણછોગાં ફરફરતાં;
નાની નાની તલાવડીઓ ઊંચકી ઊંધી કરતા
ડૂબકીમાં જલ ખાલવી સમણે આખેઆખી ભરતા!
કોક વાર કરડે ઓચિંતી ઘરના દરની કીડીઓ
ફેરવતી મનને કદી ભીંડી વણનારી ફરકડીઓ;
હરતાં ફરતાં હથેલીઓને અડે સુંવાળું ઘાસ
અલકમલકથી આવે ઊડતી મઘમઘ મહુડાવાસ;
થોડું થોડું યાદ ઝાઝું તો ભૂલ્યું-ભૂલાયું ફોક
કોક વાર આ લોક અજાણ્યો, કોક વાર એ લોક!
૭-૪-’૮૧
(ક્ષણોમાં જીવું છું, પૃ. ૨૯૯)