સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/નીતિન વિ. મહેતા/રાહ કોણ જોશે?: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "<poem> ઓરડાના ખૂણાએ પ્હેરી ઉદાસી ને ભીંત બધી ધ્રુસકે રડી. ઉંબરે ઊભાં ર...") |
(No difference)
|
Latest revision as of 12:24, 2 June 2021
ઓરડાના ખૂણાએ પ્હેરી ઉદાસી ને
ભીંત બધી ધ્રુસકે રડી.
ઉંબરે ઊભાં રહી રાહ કોણ જોશે,
હવે દેશે હોંકારો કોણ હૂંફથી;
મોભને ગજવશે હવે કોણ એની ગર્જનાએ,
શીતળતા દેશે કોણ ફૂંકથી?