પ્રતિપદા/૪. વિનોદ જોશી: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
(42 intermediate revisions by the same user not shown)
Line 78: Line 78:
થતો પ્રપ્રપ્રપાત ચૂર ચૂર માત્ર રાત્રિ શ્વસે!
થતો પ્રપ્રપ્રપાત ચૂર ચૂર માત્ર રાત્રિ શ્વસે!
</poem>
</poem>
===૪. કાચી સોપારીનો કટ્ટકો....===
<poem>
::એક કાચી સોપારીનો કટ્ટકો રે
::::::એક લીલું લવીંગડીનું પાન,
:આવજો રે તમે લાવજો રે મારા મોંઘા મે’માન...
કાગળ ઊડીને એક ઓચિંતો આવિયો, કીધાં કંકોતરીનાં કામ,
ગોતી ગોતીને આંખ થાકી રે બ્હાવરી, લિખિતંગ કોનાં છે નામ;
::એક વાંકી મોજલ્લડીનો ઝટ્ટકો રે
::::::એક ઝાંઝરનું ઝીણું તોફાન,
:ઝાલજો રે તમે ઝીલજો રે એનાં મોંઘાં ગુમાન,
: એક કાચી સોપારીનો...
ઊંચી મેડી ને એના ઊંચા ઝરૂખડા, નીચી નજરુંના મળ્યા મેળ,
ઉંબરમાં સાથિયા ને ટોડલિયે મોરલા, આંગણમાં રોપાતી કેળ;
::એક અલ્લડ આંખલ્લડીનો ખટ્ટકો રે
::::::એક હૈયામાં ઊઘલતી જાન,
:જાણણો રે તમે માણજો રે એની વાતું જુવાન,
:  એક કાચી સોપારીનો...
</poem>
===૫. કૂવાકાંઠે===
<poem>
સોળ સીંચણ બાર બેડલાં રે
::: કૂવાકાંઠે વહુવારુ કરે વાત,
કિયે ઘડુલે ઊગ્યો ચાંદલો ને
::: કિયે ભમ્મર કાળી કાળી રાત;
બોલે ગોરાંદે બોલે સૈયરું રે
::: કાંઈ બોલે પાડોસણ નાર,
ઝીણાં હસીને ખણે ચૂંટિયું રે
::: કોણે લીધા ઉજાગરાના ભાર;
કૂણાં કાંડાં ને કેડ્ય પાતળી રે
::: પાણી આવે આવે ને ઝરી જાય,
નેણાં ઢાળીને ગોરી નિરખે રે
::: હેલ્ય મોતીડે અભરે ભરાય;
ભારી જોબન ભારે ઝાટકા રે
::: સરે બેવડ મશરૂનાં ચીર,
ઘેરી વળે રે વેરી વાયરા રે
::: અણજાણ્યાં અદીઠાં વાગે તીર;
આઘી શેરી ને આઘી ઑસરી રે
::: આઘે આઘે બુઝારે બેઠો મોર;
ક્યારે ઊડીને ક્યારે આવશે રે
::: મારી સગી નીંદર કેરો ચોર?
</poem>
===૬. કૂંચી આપો, બાઈજી!===
<poem>
::::કૂંચી આપો, બાઈજી!
તમે કિયા પટારે મેલી મારા મૈયરની શરણાઈ, જી?
કોઈ કંકુથાપા ભૂંસી દઈ
::મને ભીંતેથી ઊતરાવો,
કોઈ મીંઢળની મરજાદા લઈ
::મને પાંચીકડાં પકડાવો;
::::ખડકી ખોલો, બાઈજી!
તમે કિયા કટાણે પોંખી મારા કલરવની કઠણાઈ, જી?
તમે ઘરચોળામાં ઘુઘરિયાળી
:::ઘરવખરી સંકેલી,
તમે અણજાણ્યા ઉંબરિયેથી
::મારી નદિયું પાછી ઠેલી;
::::મારગ મેલો, બાઈજી!
તમે કિયા કુહાડે વેડી મારા દાદાની વડવાઈ, જી?
</poem>
===૭. ખડકી ઉઘાડી હું તો...===
<poem>
:::ખડકી ઉઘાડી હું તો અમથી ઊભી’તી,
::::::મુંને ઉંબર લઈ ચાલ્યો બજારમાં...
પ્હેલ્લી દુકાને એક તંબોળી બેઠો, તંબોળી ખવડાવે પાન;
કેસરનો કાથો વળી ચાંદનીનો ચૂનો ઉપર ઉમેરે તોફાન;
:::આમતેમ જોતી હું તો અમથી ઊભી’તી,
::::::લાલા છાંટો ઉડ્યો રે શણગારમાં...
બીજી દુકાને એક વાણીડો બેઠો, વાણીડો જોખે વહેવાર,
ઝટ્ટ દઈ તોળી મુંને આંખ્યુંનાં ત્રાજવે, લટકામાં તોળ્યા અણસાર;
:::સાનભાન ભૂલી હું તો અમથી ઊભી’તી,
::::::દઈ પડછાયે ટેકો સૂનકારમાં...
ત્રીજી દુકાને એક પીંજારો બેઠો, પીંજારો સીવે રજાઈ,
બખિયે આવીને એક બેઠું પતંગિયું, સૂયામાં વાગી શરણાઈ;
:::નામઠામ છોડી હું તો અમથી ઊભી’તી,
::::::સાવ નોંધારી થઈને ભણકારમાં...
ચોથી દુકાને એક રંગારો બેઠો, રંગારે ઘોળ્યા અજવાસ,
સૂરજ વાટીને એણે ઓર્યા રે સામટા, ઉપ્પરથી રેડ્યું આકાશ;
:::રૂમઝૂમ થાતી હું તો અમથી ઊભી’તી,
::::::હવે અમથી ઊભી’તી એંકારમાં,
::::::હજી અડધે ઊભી’તી એંકારમાં;
::::::મુંને ઉંબર લઈ ચાલ્યો બજારમાં...
</poem>
===૮. ડાબે હાથે ઓરું...===
<poem>
::ડાબે હાથે ઓરું સાજન લાપસી,
::જમણે હાથે ચોળું રે કંસાર,
:::::હું તો અડધી જાગું ને અડધી ઊંઘમાં...
પીંછાને પાથરણે પોઢ્યાં પારેવાં અટકળનાં રે,
સાંજલડી સંતાડી મેં તો મઘમઘતા મીંઢળમાં રે;
::અજવાળે ઓઢું રે અમરત ઓરતા,
::અંધારે કાંઈ ભમ્મરિયા શણગાર;
:::::હું તો અડધી જાગું ને અડધી ઊંઘમાં...
સોનેરી સૂરજડા વેર્યા પરોઢિયે ઝાકળમાં રે,
સાંજલડી સંતાડી મેં તો મઘમઘતા મીંઢળમાં રે;
::ઊગમણે ભણકારા ભીના વાગતા,
::આથમણે કાંઈ ઓગળતા અણસાર;
:::::હું તો અડધી જાગું ને અડધી ઊંઘમાં...
</poem>
===૯. તું મીંઢળ જેવો કઠ્ઠણ...===
<poem>
:: તું મીંઢળ જેવો કઠ્ઠણ 
::::ને હું નમણી નાડાછડી,
:: તું શિલાલેખનો અક્ષર
::::ને હું જળની બારાખડી...
::::એક આસોપાલવ રોપ્યો-
તેં આસોપાલવ ફળિયે રોપ્યો તોરણમાં હું ઝૂલી,
તું અત્તરની શીશી લઈ આવ્યો પોયણમાં હું ખૂલી;
 
::: તું આળસ મરડી ઊભો
::::ને હું પડછાયામાં પડી...
:::એક પાનેતરમાં ટાંક્યું –
મેં પાનેતરમાં મોતી ટાંક્યું પૂજ્યાં તેં પરવાળાં,
મેં શ્રીફળ ઉપર કંકુ છાંટ્યું પૂછ્‌યા તેં સરવાળા;
:::: તું સેંથીમાં જઈ બેઠો
:::::ને હું પાંપણ પરથી દડી...
</poem>
===૧૦. દેહની આરતી===
<poem>
દેહના બ્રહ્મમાં દેહનો ભ્રમ ટળે,
:::દેહને દેહીએ દિવ્ય ગણવો,
દેહ સર્વસ્વના મૂળમાં સંભવે
:::દેહના તંતનો સાર ભણવો;
રંગ કે રૂપ હો છાંવ કે ધૂપ હો
:::સકળનું દેહમાં વાય વ્હાણું,
જૂઠ કે સત્ય હો તત્ત્વ કે તથ્ય હો
:::દેહ અસ્તિત્વનું ગહન ગાણું;
દેહની ડાળ પે પ્રેમનું પાંદડું
:::દેહમાં વ્હેમનાં વૃક્ષ ઊગે,
જીવથી શિવ સુધી વ્યાપ છે દેહનો
:::દેહની જાળ સર્વત્ર પૂગે;
દેહની વ્યંજના દેહમાં સંભવે
:::દેહમાં દેહનો અર્થ પેઠો,
આદ્ય સંકલ્પમાં દેહની ધારણા
:::દેહમાં દેહનો અંત બેઠો;
એ અહો દેહ છે ધિક અરે દેહ છે
:::અમર કે મર્ત્ય છે દેહ સાચો,
દેહથી શ્વાસ છે દેહ નિઃશ્વાસ છે
:::દેહના તાંતણે દેહ કાચો;
દેહને દેહમાં દેહથી દેહ પર
:::દેહનું દેહ કાજે જ હોવું,
દેહ એ દેહ છે દેહ છે દેહ એ
:::દેહવત્‌ દેહ અદ્વૈત જોવું.
</poem>
===૧૧. પ્રોષિતભર્તુકા===
<poem>
:::આછાં આછાં રે તળાવ,
:::એની ઘાટી રે કાંઈ પાળ;
પાળે ઊગી ચણોઠડી, એના વેલાને નહિ વાડ...
:હું પેડુએ પાતળી મારો પરણ્યો ઊભો વાંસ,
:ભટકાણો ભરનીંદરમાં મધરાતે વાંગી ફાંસ;
::::વાટું અરડૂસી બે વાર,
::::ચાટું ઓસડ બીજાં બાર;
બાઈજીનો બેટો, ઘણી ખમા! મુંને થઈ બેઠો વળગાડ...
:મીંઢળબંધા બાવડે મારે ના’વું માથાબોળ,
:કમખો ટાંગું રવેશમાં કે ખળભળતો વંટોળ;
::::પોચાં પારેવડાં કાંઈ રાંક,
::::હાંફે અધમણ ને નવટાંક;
ગુલાબગોટો ઝૂરે રે! મારે ફળિયે બાવળ ઝાડ...
:ચોમાસાનું વેલડું કાંઈ ઊપડ્યું બારોબાર,
:ટીપું વાદળ તૂટી પડે અણધાર્યું અનરાધાર;
::::વેરું મોતી સવ્વા લાખ,
::::ખેરું ખરબચડો કંઈ થાક;
ટચાકટીલડી ટાંકી રે મેં તો મખમલિયે ઓછાડ...
</poem>
===૧૨. સખી મારો સાયબો...===
<poem>
:સખી! મારો સાયબો સૂતો ફળિયે ઢાળી ઢોલિયો,
હું તો મેડીએ ફાનસ ઓલવી, ખાલી પડખે પોઢી જાઉં...
::એક તો માઝમ રાતની રજાઈ
ધબકારે ધબકારે મારા પંડ્યથી સરી જાય,
::એકલી ભાળી પાતળો પવન
પોયણાથી પંપાળતાં ઝીણો સાથિયો કરી જાય;
:સખી! મારો સાયબો સૂનો એટલો, કોના જેટલો,
હું તો એટલું પૂછી પગમાં ઝાંઝર પે’રવા દોડી જાઉં...
::એમ તો સરોવરમાં બોળી ચાંચ
ને પછી પરબારો કોઈ મોરલો ઊડી જાય,
::આમ તો પછી ઝૂરતો કાંઠો
એક પછી એક કાંકરી ઝીણી ઝરતો બૂડી જાય;
:સખી! મારો સાયબો લાવ્યો અમથો કેવો કમખો,
હું તો ટહુકા ઉપર મોરપીંછાની ઓઢણી ઓઢી જાઉં...
</poem>
{{HeaderNav
|previous = [[પ્રતિપદા/૩. યજ્ઞેશ દવે|૩. યજ્ઞેશ દવે]]
|next = [[પ્રતિપદા/૫. મણિલાલ હ. પટેલ|૫. મણિલાલ હ. પટેલ]]
}}
26,604

edits