પ્રતિપદા/૧૫. સંજુ વાળા: Difference between revisions

no edit summary
()
No edit summary
 
(11 intermediate revisions by the same user not shown)
Line 94: Line 94:
:::::ઘટ ઘટ રામ તિહારો...
:::::ઘટ ઘટ રામ તિહારો...
</poem>
</poem>
:'''(૨) મીરાં'''
<poem>
તન-તંબુર એકરાગ બજે બસ એક રંગ છલકાયો
લાલ, પીળા, પચરંગી માથે શ્યામલ રંગ છવાયો
:એેક કામળી, એક બાંસુરી
:::::હૃદયે એક જ નામ
:તન મેવાડે, મન જઈ મ્હાલે
:::::મોરપિંચ્છને ધામ
પ્રીત પારખી, પ્રિતમ સીધ્ધો રંગમોલમાં ધાયો
લાલ, પીળા, પચરંગી માથે શ્યામલ રંગ છવાયો
:મરુભોમની મુઠ્ઠી ધૂલિ
:::::ભઈ અસુંવનની ભાખા
:વ્યાકૂળ વિરહા, સ્વયમ વલ્લરી
:::::જેની ઊંચી શાખા
ગાઈ ગાઈ-ને ગિરધરને તેં ચાહ્યો બુહ છતરાયો
લાલ, પીળા, પચરંગી માથે શ્યામલ રંગ છવાયો
</poem>
:'''(૩) સૂરદાસ'''
<poem>
:::શું ખોલું? શું મુંદુ નેણાં?
પલકવાર નવ અળગો જાણું નિસદિન વાજત હિરદે વેણાં!
::કનક-જવાહીર લગીર ન ચાહું
::::::મનસા મુક્તિ વિષય નિરિચ્છ
::બહુ બડભાગી મળે મુકુટમાં,
::::::સ્થાન જરા થઈ રહેવા પિચ્છ
હું ‘ને હરિવર, મિત પરસ્પર, એક બીજાં પર ઝરીએ ઝેણાં!
પલકવાર નવ અળગો જાણું નિસદિન વાજત હિરદે વેણાં!
::હરિ ચરણોની રજ હું મુઠ્ઠી
::::::વલ્લભ પરસ ભયો હિતકારી
::‘સૂર’ઃ કહાં પાઉં, ક્યા ગાઉં?
::::::જનમ જનમ જાઉં બલિહારી
રઢ લાગી એક નામ સુમિરન, ભેદ નહિ કોઈ દિન વાં રેણાં!
પલકવાર નવ અળગો જાણું નિસદિન વાજત હિરદે વેણાં!
</poem>
:'''(૪) નરસિંહ'''
<poem>
::હૃદય વિરાજે તુલસીમાલા
::હાથ ગ્રહી રુમઝુમ કરતાલા
:હરિ વ્હાલા રે......... હરિજન વ્હાલા...
ચૌદ ભુવન મંડળ ઘૂમરાતા સ્થિર મૂરત ચિરકાલા
મહારાસ માંડ્યો વ્રેમાંડે, પ્રગટી હસ્ત-મશાલા
::તાલ, ઠેક, તાલી, આવર્તન,
::ગાવત મેઘ વાજત જપતાલા
:હરિ વ્હાલા રે......... હરિજન વ્હાલા...
આર્દ્ર ભાવ, રસભીનું ભીતર, મુખ શ્રીનામ, સબૂરી
પદ, અર્ચન, તૂરિયા, ખટદર્શન મધ્ધે નહીં કોઈ દૂરી
::તું વહેતી કિરતન ધનધારા
::તું જ પ્રેમપદારથ હાલા
:હરિ વ્હાલા રે......... હરિજન વ્હાલા...
::હૃદય વિરાજે તુલસીમાલા
::હાથ ગ્રહી રુમઝુમ કરતાલા
:હરિ વ્હાલા રે......... હરિજન વ્હાલા...
</poem>
===૭. સાધુ છે સાહેબ...===
<poem>
તમસ ‘ને તેજ તો સિક્કાની બેઉં બાજુ છે સાહેબ,
સમજ હો એવી એ જન આશિખાનખ સાધુ છે સાહેબ.
ખરેખર વ્યક્ત થાવું એજ તો અજવાળું છે સાહેબ
મઝા પડવી ના પડવી તો રૂપાળા જાદુ છે સાહેબ
દિશાઓ ચારે ખુલ્લી હો અને નભ કોરુંકટ્ટ તો પણ –
હૃદયરસના છલકવાની ઋતુઃ ચોમાસું છે સાહેબ
જુદા સંજોગવશ ના આપણે આવી શક્યા નજદીક
વસો છો આપ જ્યાં એ મારું પણ ઠેકાણું છે સાહેબ
સવા ગજ ઊંચું ચાલે છે તો એમાં શું અચંબો છે?
કવિના શબ્દનાં પરમાણવાળું ગાડું છે સાહેબ.
</poem>
{{HeaderNav
|previous = [[પ્રતિપદા/૧૪. ઉદયન ઠક્કર|૧૪. ઉદયન ઠક્કર]]
|next = [[પ્રતિપદા/૧૬. રાજેશ પંડ્યા|૧૬. રાજેશ પંડ્યા]]
}}
26,604

edits