26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
| (8 intermediate revisions by the same user not shown) | |||
| Line 191: | Line 191: | ||
‘આ રહ્યો ચાંદો’ | ‘આ રહ્યો ચાંદો’ | ||
... ને મુઠ્ઠી ખૂલી ગઈ. | ... ને મુઠ્ઠી ખૂલી ગઈ. | ||
</poem> | |||
===૪. નિર્જન=== | |||
<poem> | |||
'''કોઈ આવતું જતું નથી''' | |||
રડ્યું ખડ્યું કૂતરું ફળિયામાં પૂરેલી | |||
રંગોળી પર આળોટ્યા કરે છે ક્યારનું. | |||
રાંધણિયામાં રાંધ્યાં ધાન રખડી પડ્યાં છે. | |||
ગોટેગોટા ધુમાડો ઊંચે ને ઊંચે | |||
ચઢતો જાય છે કશી રોકટોક વગર | |||
વાદળ બંધાતાં જાય છે વિખેરાતાં જાય છે. | |||
પાણિયારે ચળકતી હેલ | |||
ઓચિંતી છલકાઈ હેબતાવી દે | |||
તાંબાકૂંડીમાં ઉચાટ ફદફદ્યા કરે | |||
શેરી સોંસરી ધૂળ ઊડ્યા કરે | |||
ઘોડાના ડાબલા હજીય કાનમાં પડઘાય | |||
ખરી તળેે ચગડાઈ કેટલીય | |||
છાતીએ લોહીના ટશિયા ફૂટી નીકળી | |||
ઝમી ઝમી કાળામૅશ ગંઠાઈ ગયા છે. | |||
મંદિરની ધજા ભાંગી પડી | |||
હવાને લીરેલીરા કરતી રજોટાઈ ગઈ. | |||
કૂવામાંથી ઊંચકાયેલું જળ | |||
ગરેડીથી તળિયાલગ ઘુમચકરડી | |||
પીપળાનાં પાન-થડ-મૂળમાં કીડીઓ ઊતરતી જાય | |||
મેલડીના પાણે વધેરાયેલું નાળિયેર | |||
રંગી દે દરિયાદીમને હીંગળો | |||
રાખોડી ભોં ભીની થાય ગજ બે ગજ | |||
ગરભ ખોતરતા જનાવરના મોં લોહીલુહાણ. | |||
અટકી પડ્યું છે સઘળુંય અધવચ્ચે | |||
સીમમાં ગયેલાં હજુ પાછા વળ્યાં નથી. | |||
ઘઉંનાં ખેતરોમાં ગેરુ ફરી વળ્યો છે. | |||
લીલીછમ વરખડીઓમાં કીડા સરકતાં છેક | |||
ઝીંડવે જઈ ઊજળા રૂને પીંખી નાંખે છે. | |||
અડખે પડખે ઉપર ઊડ્યા કરે છે કીટાણુ | |||
પગ મૂકો ત્યાં ગોખરુ | |||
આવળ બાવળ ઝાડ-ઝાંખરાં | |||
જ્યાં જુઓ ત્યાં ધરોડીના કૂંડા | |||
રસકસને ધાવી આડેધડ ફેલાતા જાય | |||
ગળિયા બળદને ઇતડિયોં હજાર | |||
ઊપડે નહીં પગ | |||
રણકે નહીં ઘૂઘરા | |||
ફરે નહીં પૈં અરધો આંટો પણ | |||
ચીલા ઊંડા ને ઊંડા ઊતરતા જાય | |||
આ છેડાથી પેલા છેડા સુધી | |||
ગામની ભીંતેભીંતમાં અંધારાં મર્યાં છે. | |||
ખૂણેખૂણા કોહવાતા ગંધાઈ ઊઠ્યા છે. | |||
લૂણો લાગતો જાય છે ઘરવખરીમાં | |||
એનાથી અજાણ લોક હજીય | |||
આણાંની રજાઈઓ રેશમી ધડકીઓ | |||
આભલાં ભરેલાં ગલેફ તડકે મૂકે છે. | |||
હાડ ઠારી નાંખતા કેટલાય શિયાળા | |||
એની હૂંફે હેમખેમ તરી જવાયા છે. | |||
કડકડતી રાતે નસેનસમાં જામી પડેલું લોહી | |||
ફરી ધગધગતું સીસું થઈ વહેવા માંડ્યું છે. | |||
તપેલા તાંબા જેવા દેહ રગદોળાઈ | |||
માટીનો ગુંદો થઈ ગયા છે | |||
ચાકડે ચડી છે એ માટી | |||
ઘાટ ઘડાયા છે પાત્ર રચાયાં છે | |||
એમાં ઝીલાયું છે આખ્ખું આયખું | |||
એ બધું કડીબંધ તાજું છે આજેય | |||
આટઆટલાં ભૂકંપ પૂર હોનારત દુકાળ પછીય. | |||
આટઆટલાં ભૂકંપ પૂર હોનારત દુકાળ પછીય | |||
અડીખમ ઊભી હતી | |||
એ ભીંતોને હવે લૂણો લાગી ગયો છે | |||
આખા ને આખા ઘરેઘર પૃથ્વીમાં બેસતાં જાય છે | |||
</poem> | </poem> | ||
===૫=== | |||
<poem> | |||
રોજ રાતે | |||
વાળુમાં વધી રહી છે | |||
ગુજરાતીમાં બોલી ન શકાય એવી વાનગીઓ | |||
નૂડલ્સ કે પિત્ઝા એમ ચીની કે ઈટાલિયનમાં | |||
બોલવામાં આવે ત્યારે જ | |||
એનો પૂરેપૂરો સ્વાદ લઈ શકાય છે | |||
બોલવું ને ચાખવુંના બંને ઉચ્ચારો | |||
જીભને થોડી આઘીપાછી હડસેલે (છે) એટલું જ. | |||
જોકે | |||
ક્યારેક બહુ યાદ આવી જાય છે | |||
મને ગુજરાતી થાળી ત્યારે | |||
હું ‘પૃથ્વીચંદ્રચરિત્’ ઉઘાડી વાંચું છું આ કડીઃ | |||
ऊपरी फूरकरंबा दहीं वापरई | |||
ईए परि लोक भोजन करई । | |||
... પણ નેટ ઉપર ક્યાંય ઓનલાઈન મૂકવામાં | |||
આવી નથી આ રચનાની રેસિપી. | |||
અને લાઈબ્રેરી તો બધી હસ્તપ્રત ભંડારો જેવી | |||
બની ગઈ છે આજકાલ એટલે | |||
હું ટેરવે ટેરવે સર્ચ કરતો રહું છું મધ્યકાલ | |||
પછી મોડી રાતે શોધવા નીકળી પડું છું | |||
સિધ્ધરાજ જયસિંહને મુનશીની આંગળી ઝાલી | |||
‘ગુજરાતનો નાથ’ વાંચતાં વાંચતાં | |||
આંખોમાં ઊંઘ ઘેરાવા લાગે | |||
ઊંઘરેટી આંખે ગુજરાતનો સુવર્ણયુગ | |||
ચમકારા કરી ઝબકાવી દે | |||
છેવટ બેય પાંપણો વચ્ચે બંધ કરી | |||
ગુજરાતનો નાથ મૂકી દઉં છું ઓશિકા નીચે | |||
કે તરત સપનાંઓ મને તાણી જાય | |||
ક્યાંના ક્યાંય જ્યાં ખંભાતનો અખાત તરીને | |||
ઊપડેલાં વહાણ ચાલ્યાં જાય છે | |||
અંધારાં પાણીમાં | |||
અધમધરાતે. | |||
</poem> | |||
===૬. ઝાડ=== | |||
<poem> | |||
મારી બરાબર સામે | |||
એક ઝાડ છે. | |||
ગુલામમોહમ્મદ શેખના ચિત્રમાં હોય છે તેવું. | |||
જેના પાંદડેપાંદડે પોપટ બેઠા છે. | |||
પોપટ આંબાની ડાળ | |||
પોપટ સરોવરની પાળ – એ વાર્તામાંથી | |||
ઊડીને આવી ગયા હશે અહીં. | |||
શેખ ઝાડ ચીતરતા હશે ત્યારે | |||
આશરો શોધી લીધો એણે, આ ચિત્રમાં. | |||
પછી તો આંબા વઢાઈ ગયા | |||
સરોવર સૂકાઈ ગયા એટલે પોપટ બધા | |||
પાંખો ફફડાવતા ઊડી ગયા | |||
એક પછી એક | |||
પોપટ ઊડતા જાય | |||
એમ પાન ખરતાં જાય | |||
એક પછી એક. | |||
થોડીવારમાં તો પાંદડાંનો ઢગલો થઈ ગયો. કેનવાસ બ્હાર. | |||
કોઈ સાંજે હવા વહે છે આ સૂક્કાં પાંદડાં સોંસરવી | |||
ત્યારે અછાંદસ કાવ્યના લય જેવો ધ્વનિ સંભળાય છે ક્યારેક ક્યારેક. | |||
બાકી આંખના પલકારા વચ્ચે ઊભું રહે છે આ ઝાડ | |||
અડીખમ. સ્તબ્ધ, સ્થિર. | |||
અતુલ ડોડિયાના ચિત્રમાં હોય છે તેવું. | |||
નર્યું રેખાઓનું માળખું છે એ. | |||
ઉમાશંકરના કાવ્યમાંથી મૂળિયાં ફેલાવતું આવી ગયું છે છેક અહીં. | |||
હવે, તારાઓથી ખીચોખીચ આકાશ એની સામેય જોતું નથી. | |||
તોય કવિ સિતાંશુ એને જોઈને કહે | |||
છે | |||
આ ઝાડ છે. | |||
</poem> | |||
===૭. અનેકા સ્વરૂપા ગંગા=== | |||
<poem> | |||
::::ચારે બાજુ નદી | |||
હજી વહે છે આજે પણ ને વહી કેટલી સદી | |||
::::વહે જેટલી બહાર | |||
:::એથી અદકી ઊંડે વહે | |||
::::વહે દૂર ને તોંય | |||
:::ઉરની વાત કાનમાં કહે | |||
હું સાંભળતો રહું એ મારી આંખ ભીંજવી જતી. | |||
:::ક્યાંક ગંધના રેલા જેવી | |||
::::દડે અને ખળખળ | |||
:::ક્યાંક હવાનાં ઝાંઝર જેવી | |||
::::જડે મને ઝળહળ | |||
ક્યાંક દીવાનું અજવાળું થઈ અંધારામાં મળી. | |||
::સદીઓ પહેલા હતી અને છે હજી | |||
::::ચારેબાજુ નદી | |||
</poem> | |||
{{HeaderNav | |||
|previous = [[પ્રતિપદા/૧૫. સંજુ વાળા|૧૫. સંજુ વાળા]] | |||
|next = [[પ્રતિપદા/૧૭. મનીષા જોષી|૧૭. મનીષા જોષી]] | |||
}} | |||
edits