સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ન્હાનાલાલ કવિ/એ જ સાચાં મૂલ!: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{Poem2Open}} {{space}} લાધીશોને, ગુર્જર કવિવરોને, ગુર્જર સાહિત્યકારોને મારી વિ...")
 
(No difference)

Latest revision as of 12:41, 2 June 2021

          લાધીશોને, ગુર્જર કવિવરોને, ગુર્જર સાહિત્યકારોને મારી વિનવણી એટલી છે— ‘ગુજરાતીમાં સાહિત્ય’ એ પ્રશસ્તિવાદના ગોઝારા મોહકૂપમાં પુરાઈને ન ડૂબતા. દૃષ્ટિ સદા વિશ્વપ્રતિ રાખજો કે, મ્હારા લેખનું જગતસાહિત્યમાં સ્થાન શું? છેલ્લાં સત્તાવીસ વર્ષથી આછો અધૂરો યે હું તો એ આદર્શ ઉપાસતો આવ્યો છું! ગુર્જર સાહિત્યકૃતિઓનાં ને ગુર્જર સાહિત્યકારોનાં યે મૂલ જગતબાઝારમાં મૂલવાશે એ જ સાચાં મૂલ! [‘અર્ધશતાબ્દીના અનુભવબોલ’ પુસ્તક]