સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ન્હાનાલાલ કવિ/પુણ્યપ્રદેશ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> સ્થળેસ્થળ નવપલ્લવના પુંજ, નદી ને તળાવ કેરી કુંજ;... જગજૂનાં નિજ ગી...")
 
(No difference)

Latest revision as of 12:42, 2 June 2021

સ્થળેસ્થળ નવપલ્લવના પુંજ,
નદી ને તળાવ કેરી કુંજ;...
જગજૂનાં નિજ ગીત ગરજતો ફરતો સાગર આજ,
કેસર ઊછળી ઘૂઘવે ગરવો વનમાં જ્યહાં વનરાજ:...
ધન્ય હો! ધન્ય જ પુણ્યપ્રદેશ,
આપણો ગુણિયલ ગુર્જર દેશ!