યુરોપ-અનુભવ/પૉમ્પી – સોરેન્ટો – કૅપ્રી: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|પૉમ્પી – સોરેન્ટો – કૅપ્રી}} {{Poem2Open}} એક સ્વપ્ન આવ્યું હતું :...")
 
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 3: Line 3:

{{Poem2Open}}
{{Poem2Open}}
એક સ્વપ્ન આવ્યું હતું : ભૂમધ્ય સાગરનાં બ્લૂ – ભૂરાં પાણી હિલ્લોરાતાં જોતો ઊભો છું. એ ભૂમધ્ય તે ઇટલીની નીચેના સિસિલી ટાપુનો હતો કે નેપોલીના કાંઠાનો તે કળાયેલું નહિ. પણ એ અનિર્વચનીય ભૂરી સ્વપ્નાનુભૂતિનો સંસ્પર્શ રહી ગયો. એટલે યુરોપયાત્રા દરમ્યાન એ સ્વપ્નને સાચું કરવા ઇટલીનો નેપોલી કૅપ્રી પ્રદેશ જોવાનું રાખેલું અને એ માટે રોમથી ઊપડતી કોઈ એક આયોજિત ટૂરમાં જોડાઈ જવું એવું વિચારેલું. રોમથી લઈ લે અને બધું બતાવી પાછા રોમ લાવી દે. પરંતુ જ્યારે સવારથી રાત સુધીની એક દિવસની એ નેપોલી કેપ્રી ટૂરની વ્યક્તિગત ટિકિટના દર જાણ્યા ત્યારે અમને ખૂબ એ મોંઘી લાગી. નેપોલી સુધીનો તો અમારી પાસે યુરેઇલપાસ હતો જ, એટલે અમે જાતે જ નેપોલી સુધી ગાડીમાં જઈ ત્યાંથી કૅપ્રી સોરેન્ટો જવાનું નક્કી કર્યું. એ જ રીતે રોમથી મિલાન જતી ગાડી લેવાનું પણ વિચારી લીધું. એટલે અમે પેન્થિઓનના અમારા રૂમ ખાલી કરી સામાન એના જ ક્લોકરૂમમાં મૂકી રાખવાની વ્યવસ્થા કરી. બે હજાર વર્ષ પહેલાં પણ રોમના લૅટિન વ્યંગ્ય કવિ જુવેનાલે લખેલું છે: ‘It costs money to sleep in Rome’. આપણને તો વિદેશી ચલણમાં જેટલી કરકસર થાય એટલું સારું
એક સ્વપ્ન આવ્યું હતું : ભૂમધ્ય સાગરનાં બ્લૂ – ભૂરાં પાણી હિલ્લોરાતાં જોતો ઊભો છું. એ ભૂમધ્ય તે ઇટલીની નીચેના સિસિલી ટાપુનો હતો કે નેપોલીના કાંઠાનો તે કળાયેલું નહિ. પણ એ અનિર્વચનીય ભૂરી સ્વપ્નાનુભૂતિનો સંસ્પર્શ રહી ગયો. એટલે યુરોપયાત્રા દરમ્યાન એ સ્વપ્નને સાચું કરવા ઇટલીનો નેપોલી કૅપ્રી પ્રદેશ જોવાનું રાખેલું અને એ માટે રોમથી ઊપડતી કોઈ એક આયોજિત ટૂરમાં જોડાઈ જવું એવું વિચારેલું. રોમથી લઈ લે અને બધું બતાવી પાછા રોમ લાવી દે. પરંતુ જ્યારે સવારથી રાત સુધીની એક દિવસની એ નેપોલી કેપ્રી ટૂરની વ્યક્તિગત ટિકિટના દર જાણ્યા ત્યારે અમને ખૂબ એ મોંઘી લાગી. નેપોલી સુધીનો તો અમારી પાસે યુરેઇલપાસ હતો જ, એટલે અમે જાતે જ નેપોલી સુધી ગાડીમાં જઈ ત્યાંથી કૅપ્રી સોરેન્ટો જવાનું નક્કી કર્યું. એ જ રીતે રોમથી મિલાન જતી ગાડી લેવાનું પણ વિચારી લીધું. એટલે અમે પેન્થિઓનના અમારા રૂમ ખાલી કરી સામાન એના જ ક્લોકરૂમમાં મૂકી રાખવાની વ્યવસ્થા કરી. બે હજાર વર્ષ પહેલાં પણ રોમના લૅટિન વ્યંગ્ય કવિ જુવેનાલે લખેલું છે: <big>‘It costs money to sleep in Rome’.</big> આપણને તો વિદેશી ચલણમાં જેટલી કરકસર થાય એટલું સારું

વહેલી સવારે નેપોલી માટેની ગાડી જૂના-નવા રોમને ચીરતી નીકળી. બન્ને રોમ એકસાથે શ્વાસ લેતાં લાગે. દિવાસળીનાં ખોખાં જેવી નવી ફ્લેટનુમા ઇમારતો અને વચ્ચે ક્યાંક જૂની ખંડિયેર દીવાલો અને એના પર ઊગી પીળું થઈ ગયેલું ઘાસ કૉન્ટ્રાસ્ટ રચે. મોટાભાગનાં ઇટાલિયન ઉતારુઓ છાપામાં મોં રાખીને બેઠાં હતાં, એમને માટે એ રોજનું હતું, અમે તો ઊંચાંનીચાં થતાં બારી બહાર જોયા કરીએ. મોટાભાગના હાથમાં La Republica છાપું હતું. ૧૯૮૩માં શાંતિનિકેતનમાં મારા પડોશી હતા ઇટાલિયન અધ્યાપક ચેઝારે રિઝિ. એમની પાસે ઇટાલિયનના કેટલાક લેસન્સ લીધેલા. પણ અભિવાદનના થોડા શબ્દો સિવાય બધું ભુલાઈ ગયું છે. બોલોન્યા શહેરમાં જવાનું થશે તો કદાચ રિઝિને મળવાનું થશે. પત્રાચાર થયો છે.
વહેલી સવારે નેપોલી માટેની ગાડી જૂના-નવા રોમને ચીરતી નીકળી. બન્ને રોમ એકસાથે શ્વાસ લેતાં લાગે. દિવાસળીનાં ખોખાં જેવી નવી ફ્લેટનુમા ઇમારતો અને વચ્ચે ક્યાંક જૂની ખંડિયેર દીવાલો અને એના પર ઊગી પીળું થઈ ગયેલું ઘાસ કૉન્ટ્રાસ્ટ રચે. મોટાભાગનાં ઇટાલિયન ઉતારુઓ છાપામાં મોં રાખીને બેઠાં હતાં, એમને માટે એ રોજનું હતું, અમે તો ઊંચાંનીચાં થતાં બારી બહાર જોયા કરીએ. મોટાભાગના હાથમાં <big>La Republica</big> છાપું હતું. ૧૯૮૩માં શાંતિનિકેતનમાં મારા પડોશી હતા ઇટાલિયન અધ્યાપક ચેઝારે રિઝિ. એમની પાસે ઇટાલિયનના કેટલાક લેસન્સ લીધેલા. પણ અભિવાદનના થોડા શબ્દો સિવાય બધું ભુલાઈ ગયું છે. બોલોન્યા શહેરમાં જવાનું થશે તો કદાચ રિઝિને મળવાનું થશે. પત્રાચાર થયો છે.

રોમ શહેરની બહાર ગાડી નીકળે છે, તો દૂર ઝાંખી પહાડીઓની રેખાઓ દેખાય છે. થોડોક વેરાન પ્રદેશ આવે છે. પછી તો શરૂ થઈ ગઈ દ્રાક્ષની વાડીઓ. ત્યાં અમારી ગાડી એક લાંબી ટનલમાંથી પસાર થાય છે. એમાંથી એ જ્યારે બહાર નીકળી ત્યારે તો બન્ને બાજુ લીલીછમ પર્વતમાળા. જમ્મુથી શ્રીનગર જતાં બટોટ પસાર કરી જવાહર ટનલમાં પ્રવેશી પેલી બાજુ પહોંચીએ અને કાશ્મીર ખીણનું સૌંદર્ય જેમ મંત્રમુગ્ધ કરી દે છે એવું કંઈક લાગ્યું. પર્વતના ઢોળાવ પર દ્રાક્ષની વાડીઓ, નાનાં નાનાં ગામ, નારંગીની વાડીઓ. પ્રાકૃતિક વાતાવરણ જાણે બદલાઈ ગયું. લગભગ દશેક વાગ્યે નેપોલી (નેપલ્સ) આવ્યું. ગાડીમાંથી જ જોયું કે નેપોલી પણ કંઈ નાનું નગર નથી. ભૂમધ્ય દરિયાકાંઠાનું આ મોટું બંદર એની માફિયા ટોળીઓ માટે કુખ્યાત છે. આપણે સાચવીને રહેવું પડે. એ ટોળીઓ નાની બાબતમાં હાથ નાખતી નથી, એ ખરું.

Line 55: Line 55:
અમે ઘોઘાની ડેલીએ હાથ દઈ પાછાં ફરતાં હીરાઓની નામાવલિમાં અમારાં પાંચ નામ ઉમેરી કૅપ્રીથી તરત ઊપડનારી બોટમાં નેપોલી જવા નીકળ્યાં.
અમે ઘોઘાની ડેલીએ હાથ દઈ પાછાં ફરતાં હીરાઓની નામાવલિમાં અમારાં પાંચ નામ ઉમેરી કૅપ્રીથી તરત ઊપડનારી બોટમાં નેપોલી જવા નીકળ્યાં.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav
|previous = [[યુરોપ-અનુભવ/રોમમાં કીટ્સના ઘરે|રોમમાં કીટ્સના ઘરે]]
|next = [[યુરોપ-અનુભવ/રોમ રોમમાં રોમાં|રોમ રોમમાં રોમાં]]
}}
26,604

edits

Navigation menu