સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ન્હાનાલાલ કવિ/પિતા!...: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> પિતા! પેલો આઘે જગતવીંટતો સાગર રહે, અને વેગે પાણી સકળ નદનાં તે ગમ વ...")
 
(No difference)

Latest revision as of 12:45, 2 June 2021

પિતા! પેલો આઘે જગતવીંટતો સાગર રહે,
અને વેગે પાણી સકળ નદનાં તે ગમ વહે;
વહો એવી નિત્યે અમ જીવનની સર્વ ઝરણી
દયાના, પુણ્યોના તુજ, પ્રભુ! મહાસાગર ભણી.