સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ન્હાનાલાલ કવિ/દેવી દુખહારિણી: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "<poem> આભના વરણથી આંજી વિશાળ તુજ આંખડી, આભના ભેદમાં જોતી દૃષ્ટિ તે તાહર...") |
(No difference)
|
Latest revision as of 12:50, 2 June 2021
આભના વરણથી આંજી વિશાળ તુજ આંખડી,
આભના ભેદમાં જોતી દૃષ્ટિ તે તાહરી વડી....
પ્રારબ્ધિ, પુણ્યશાળી ને પાપ-પાવનકારિણી;
ધૈર્ય, ગાંભીર્યથી ધીંગી, દેવી! તું દુખહારિણી.