સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ન્હાનાલાલ કવિ/માવડીએ દીધો —: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> ખમ્મા! વીરાને જાઉં વારણે રે લોલ : મોંઘામૂલો છે મ્હારો વીર જો! — ...")
 
(No difference)

Latest revision as of 12:51, 2 June 2021

ખમ્મા! વીરાને જાઉં વારણે રે લોલ :
મોંઘામૂલો છે મ્હારો વીર જો! — ખમ્મા. ...
આંગણે ઉજાસ મ્હારે સૂર્યનો રે લોલ :
ઘરમાં ઉજાસ મ્હારો વીર જો! — ખમ્મા. ...
દેવે દીધી છે મ્હને માવડી રે લોલ :
માવડીએ દીધો મ્હારો વીર જો! ખમ્મા!
વીરાને જાઉં વારણે રે લોલ.