કાવ્ય-આચમન શ્રેણી – રમેશ પારેખ/૧૦. આ શ્હેર...: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૧૦. આ શ્હેર...|રમેશ પારેખ}} <poem> ::::આ શ્હેર તમારા મનસૂબા ઉથલાવી દ...")
(No difference)

Revision as of 09:34, 10 September 2021


૧૦. આ શ્હેર...

રમેશ પારેખ

આ શ્હેર તમારા મનસૂબા ઉથલાવી દે, કહેવાય નહીં
આ ચહેરા પર બીજો ચહેરો ચિપકાવી દે, કહેવાય નહીં.

આ સંકેતો, આ અફવાઓ, આ સંદર્ભો, આ ઘટનાઓ
આખેઆખો નકશો ક્યારે બદલાવી દે, કહેવાય નહીં.

ઘરને ઘર કહીએ તો આ ઘર એક લૂનો ચોરસ દરિયો છે
ભરતી છેઃ દરિયો શું શું નહીં ડુબાવી દે, કહેવાય નહીં.

સપનાંના છટકરસ્તે અહીંથી ભાગી નીકળે છે આંખો, પણ
પાંપણનું ખૂલી પડવું પાછી સપડાવી દે, કહેવાય નહીં.

દૃશ્યો-દૃશ્યો જંગલ-જંગલ ચશ્માં-ચશ્માં ધુમ્મસ-ધુમ્મસ
રસ્તા-રસ્તા પગલું-પગલું ભટકાવી દે. કહેવાય નહીં.

ટાવર ધબકે, રસ્તા ધબકે, અરધો-પરધો માણસ ધબકે,
કોનો ધબકારો કોણ અહીં અટકાવી દે, કહેવાય નહીં.

૩-૬-’૭૫/મંગળ
(છ અક્ષરનું નામ, પૃ. ૧૩૧-૧૩૨)