કાવ્ય-આચમન શ્રેણી – રમેશ પારેખ/૩૯. જળ અને હોડી: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૩૯. જળ અને હોડી|રમેશ પારેખ}} <poem> ::::જળના ભરોસે હોડીબાઈ નીસર્ય...")
(No difference)

Revision as of 07:44, 13 September 2021


૩૯. જળ અને હોડી

રમેશ પારેખ

જળના ભરોસે હોડીબાઈ નીસર્યાં
છાંયડા ક્યાંક રે ડહોળા ને ક્યાંક નીતર્યા.

ક્યાંક ઠેસ રે વાગે છે પોચા આભની
ક્યાંક વાગે પોચો પોચાયેલ પ્હાડ
ક્યાંક વાગે રે રેતીનાં તળ છીછરાં.

એનો તાતો રે તાણેલ સઢ તો પાંદડું
એમાં જળના ભરોસા હિલ્લોળાય
એ તો વાયરા તોખારી પીને ફરફર્યા.

હોડીબાઈ જળમાં બંધાણાં કાચા તાંતણે
જળની જળવત્તા જાળવતા જાય
હોડીબાઈ જળમાં જીવ્યાં ને જળમાં સંચર્યાં.

એને જળનો થાકોડો, જળનો આશરો
એને જળનાં ઘરેણાં, જળની ટેવ
હોડીબાઈ જળનાં જડબાંને સાવ વિસર્યાં.

૯-૫-’૭૯/બુધ
(છ અક્ષરનું નામ, પૃ. ૩૭૬)