કોડિયાં/એડન: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "'''<big>એડન</big>''' જરા ચરણ ટેકવું, સ્મરણ-સંહિતા વાજતી: નવેનવ દ્વીપે હતી અરબ-...")
(No difference)

Revision as of 10:39, 14 September 2021

એડન

જરા ચરણ ટેકવું, સ્મરણ-સંહિતા વાજતી: નવેનવ દ્વીપે હતી અરબ-ઘોષણા ગાજતી: કુરાન-કલમા પઢી, હય પરે ચઢી, કૂચતા અસંખ્ય નરવીર, ધર્મવીર હાલકે ઝૂઝતા:

અને ચરણ આ પડ્યા વરદ, દિવ્ય, પૈગમ્બરી! મશાલ ધરી આંખમાં, ઉચરતા ખુદાની તુરી; ઝનૂની જનલોકના હૃદયપ્હાણમાં સંસ્કૃતિ તણું ઝરણ પ્રેરતા! — અહીં રમે બધે આ કૃતિ!

અહીં પુરવ-સંહિદ્વાર! શતલોક રાખી જમા મથે વિફર નાથવા પુરવ-કેશરી, કારમા રચી છલન, દાવપેચ! પણ આવશે કો’ સમા જદિ સકળ જાગશું! ગરજશુંય આ દ્વારમાં.

અમેય પરદેશીના ચેણદાસ આજે ખરા! કરીશું કદી ઘેર તો ધરણીમાતા — વિશ્વંભરા!</Poem>