કોડિયાં/કૂકડાનું ગીત: Difference between revisions
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|કૂકડાનું ગીત|}} <poem> અમે તો સૂરજના છડીદાર, {{Space}} અમે તો પ્રભાતન...") |
(No difference)
|
Latest revision as of 11:54, 14 September 2021
અમે તો સૂરજના છડીદાર,
અમે તો પ્રભાતના પોકાર!...ધ્રુવ.
સૂરજ આવશે સાત ઘોડલે,
અરુણ રથ વ્હાનાર!
આગે ચાલું બંદી બાંકો,
પ્રકાશ-ગીત ગાનાર!...અમે0
નીંદરને પારણીએ ઝૂલે,
ધરા પડી સુનકાર!
ચાર દિશાના કાન ગજાવી,
જગને જગાડનાર!... અમે0
પ્રભાતનાયે પ્રથમ પ્હોરમાં
ગાન અમે ગાનાર!
ઊંઘ ભરેલાં સર્વ પોપચે
જાગૃતિ-રસ પાનાર!... અમે0
જાગો, ઊઠો ભોર થઈ છે,
શૂરા બનો તૈયાર!
સંજીવનનો મંત્ર અમારો,
સકલ વેદનો સાર!... અમે0
[ઉત્તરાર્ધ]
જાગે જગના પ્રાણ સહુ પણ,
વ્યર્થ બધો પોકાર!
આભ ચીરું હું તોય ન પહોંચે,
નાદ મૃત્યુને પાર!... અમે0
મૃત્યુ કેરી નીંદ ચિરંતન,
ક્યાં છે જગાડનાર?
સૂર્યકિરણ જે પાર ન પહોંચે,
શા ખપનો છડીદાર?
અમે તો સૂરજના છડીદાર,
અમે તો પ્રભાતના પોકાર!