સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રભાશંકર પટ્ટણી/ઉઘાડી રાખજો બારી!: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> દુઃખી ને દર્દીઓ કોઈ, ભૂલેલા માર્ગવાળાને વિસામો આપવા ઘરની ઉઘાડી...")
 
(No difference)

Latest revision as of 12:20, 3 June 2021

દુઃખી ને દર્દીઓ કોઈ, ભૂલેલા માર્ગવાળાને
વિસામો આપવા ઘરની ઉઘાડી રાખજો બારી.
ગરીબની દાદ સાંભળવા, અવરના દુઃખને દળવા
તમારાં કર્ણ-નેત્રોની ઉઘાડી રાખજો બારી.
અતિ ઉજાસ કરનારા, તિમિરનો નાશ કરનારા
કિરણને આવવા સારુ, ઉઘાડી રાખજો બારી.
થયેલાં દુષ્ટ કર્મોના, છૂટા જંજીરથી થાવા
જરા સત્કર્મની ન્હાની ઉઘાડી રાખજો બારી.


[‘રા’ કવાટ’ નાટક]